Page Views: 498

કાશ્મીરમાં જૈસ-એ-મોહમ્મદના સુપ્રીમો ખાલીદને સેના દ્વારા મરાયો

ખાલિદ પાકિસ્તાનનો હતો અને A++ કેટેગરીનો આતંકવાદી હતો

કાશ્મીર:-

        કાશ્મીરના બારામૂલામાં થયેલા આતંકવાદી હૂમલામાં જૈસ-એ-મોહમ્મદના સુપ્રીમો ખાલીદ સેનાના જવાનોએ ઠાર માર્યો છે. ખાલિદ એક ઘરમાં સંતાઈ ગયો હતો. સેનાએ પહેલા ખાલિદના પગમાં ફાયરિંગ કર્યુ હતુ.

        પૂરતી બાતમી અને માહિતી મેળવીને સેનાના જવાનોએ આ ઓપરેશન પાર પાડ્યુ હતુ. ખાલિદે એક પોલીસ નાકા ઉપર ફાયરિંગ કર્યુ હતુ. જેથી પોલીસ અને આતંકી વચ્ચે સામસામે ફાયરિંગ શરૂ થઈ ગયુ હતુ અને તે એક ઘરમાં ઘુસી ગયો હતો. ખાલિદ પાકિસ્તાનનો રહેવાસી છે અને A++ કેટેગરીનો આતંકવાદી છે.