Page Views: 2047

સુરતના વિદ્યાર્થીઓએ કેનેડાની ટાઇકવેન્ડો ચેમ્પીયનશીપમાં ૨ ગોલ્ડ, ૪ સિલ્વર અને ૩ બ્રોન્ઝ મેડલ જીતી ઈતિહાસ રચ્યો

દુનિયામાં પ્રતિષ્ઠિત ગણાતી કોમનવેલ્થ ગેમ તા.૨૬થી ૨૮ સપ્ટેમ્બર કેનેડાના મોન્ટ્રિયલમાં યોજાઇ હતી

સુરત:-

        તાજેતરમાં કેનેડામાં જ રમાયેલી ટાઇકવેન્ડો કોમનવેલ્થ ગેમમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા સુરતના ૯ વિદ્યાર્થીઓમાંથી બે ગોલ્ડ, ચાર સિલ્વર,ત્રણ બ્રોન્ઝ મેડલ જીતીને સુરતનું નામ દુનિયામાં રોશન કર્યુ છે. દુનિયામાં પ્રતિષ્ઠિત ગણાતી કોમનવેલ્થ ગેમ તા.૨૬થી ૨૮ સપ્ટેમ્બર કેનેડાના મોન્ટ્રિયલમાં યોજાઇ હતી.

        આ રમતમાં ભારતભરમાંથી ૫૧ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં સુરતના ૧૫ વિદ્યાર્થીઓ હતા.આ ગેમમાં સુરતની બે વિદ્યાર્થીની આયુષી ગૌડાની અને પ્રિયંકા પટેલે ગોલ્ડ મેડલ તો જયા કિમિયાગ, કેવિન મહેતા, ભવ્યા પુરોહિત, વ્રજરાજ સિંહ વાધેલાએ સિલ્વર મેડલ જ્યારે રાજવી માસ્તર, તનયા સુરાના અને તેજ પટેલે બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે.આ સિવાય યશરાજસિંહ ગોહિલ, ઉદય મખીજ, કિષ્ના બાબાવાલા, શિવમ પારેખ,નેહા ભગતવાલા અને ગૌરી દેશમુખે ભારત તરફથી રમતમાં ભાગ લીધો હતો.

        આ વિદ્યાર્થીઓને તાલીમ આપનારા કોચ પમીર શાહના જણાવ્યા મુજબ ટાઇકવેન્ડો ચેમ્પીયનશીપમાં કુલ ૧૨ દેશોના ૪૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.આ ગેમમાં કેનેડાના વિદ્યાર્થીઓનો ભારે દબદબો છે. તેમ છતાં  સુરતના ૯ વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચતા સુરત માટે જ નહીં ગુજરાત માટે ગૌરવ લેવા જેવી બાબત છે.