Page Views: 21220

પાલ આરટીઓ નજીક BRTSની બસમાંથી ત્યજી દેવાયેલી બાળકી મળી

અજાણ સ્ત્રીએ લાવારીસ છોડેલી બાળકીને પાલનપુર પાટીયા સ્થિત નારી હોસ્પિટલ એન્ડ પ્રસુતી ગૃહની મેટમાં વિંટાળી રાખી હતી

સુરત-9-10-2017 
શહેરના પાલ આરટીઓ નજીક બીઆરટીએસની બસમાં એક મહિલા બાળકીને ત્યજીને નાસી છુટી હતી. આ 
ઘટના બાદ પોલીસે તપાસ કરતા મેટરનિટી હોમની મેટ મળી હતી જેના આધારે પોલીસે આરોપી મહિલા સુધી 
પહોંચવાના પ્રયાસ હાથ ધર્યા છે. 
વિગતો અનુસાર, પાલ આરટીઓ નજીક બીઆરટીએસની બસ નંબર જીજે-5-બીએક્સ-2150ની છેલ્લી સીટમાંથી ગઇ સાંજે 
એક મહિનાની બાળકી બિન વારસી હાલતમાં મળી આવી હતી. આ બાળકીને કોઇ અજાણી મહિલા બીઆરટીએસની બસની 
છેલ્લી સીટમાં ત્યજીને નાસી છુટી હતી. બસના ચાલક દિશાંત ભરત મિસ્ત્રીએ આ અંગે અડાજણ પોલીસને જાણ કરતા 
પોલીસે બાળકીનો કબજો મેળવ્યો હતો. બાળકીને જે મેટમાં લપેટવામાં આવી હતી તેમાં પાલનપુર પાટીયા કુબેરજી પોઇન્ટ સ્થિત 
નારી હોસ્પિટલ અને પ્રસુતિ ગૃહ લખેલુ છે. ડો. રજનીકાંત પટેલ અને ડો.રીના પટેલના આ પ્રસુતી ગૃહમાં જન્મેલી બાળકી હોવાનું 
પોલીસનું અનુમાન છે અને પોલીસ દ્વારા આ દિશામાં તપાસ આદરીને આ બાળકીને ત્યજી જનારી મહિલાની 
શોધખોળ હાથ ધરી છે.