Page Views: 3952

...અને પ્રિન્સેસ પ્લાઝાની ઓફિસમાં લાખો રૂપિયાના હીરાની લુંટ થતા રહી ગઇ

પાંચ લુંટારૂઓ પ્રિન્સેસ પ્લાઝામાં ઓધવજીભાઇની ઓફિસમાં ત્રાટક્યા- બે મિનિટ પહેલા જ અશ્વિનભાઇ જોખમ લઇને લોકરમાં મુકવા જતા રહ્યા હતા

સુરત-7-10-17
શહેરના વરાછા રોડ મીની હીરા બજાર ખાતે આવેલા પ્રિન્સેસ પ્લાઝા સ્થિત હીરાની એક ઓફિસમાં ગઇ સાંજે 
પાંચ લુંટારૂઓ રિવોલ્વર લઇને ત્રાટક્યા હતા. કર્મચારીઓને બાંધીને આ લુંટારૂઓએ રૂપિયા પાંચ હજારની લુંટ ચલાવી 
હતી પરંતુ બે મિનિટ પહેલા જ ઓફિસ સ્ટાફ જોખમ લોકરમાં મુકવા નિકળી ગયો હોવાથી લાખો રૂપિયાના હીરાની 
લુંટ થતા બચી ગઇ હતી. 
વરાછા પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, વરાછા રોડ મીની હીરા બજાર ખાતે પ્રિન્સેસ પ્લાઝામાં 
બીજામાળે 205 નંબરમાં ઓધવજીભાઇ અને અશ્વિનભાઇની હીરાની ઓફિસ આવેલી છે. આ ઓફિસમાં ગઇ સાંજે 
સાડા સાત વાગ્યાના સુમારે પાંચ વ્યક્તિ ઘુસ્યા હતા તેમજ ઓફિસમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા મેહુલ ઘનસુભભાઇ 
ઢોલરીયાને રિવોલ્વર બતાવીને જે કાંઇ રફ કે તૈયાર ડાયમંડ હોય એ આપી દેવા જણાવ્યું હતું. મેહુલભાઇના પર્સમાંથી એક લુંટારૂએ 
રોકડા રૂપિયા પાંચ હજાર લુંટી લીધા હતા. ત્યાર બાદ મેહુલભાઇ અને અન્ય એક યુવાનના હાથ બાંધીને મોં પર ટેપ મારીને બાથરૂમમાં 
પુરી દીધા હતા. 
ઃઃઃઃ બે મિનિટ પહેલા જ અશ્વિનભાઇ જોખમ લોકરમાં મુકવા ગયા 
ઓધવજીભાઇના ભાગીદાર અશ્વિનભાઇ સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ ઓફિસમાં જે તૈયાર હીરા હતા 
તે તમામ લઇને પ્રિન્સેસ પ્લાઝાના બેઝમેન્ટમાં આવેલા લોકરમાં મુકવા માટે નિકળી ગયા હતા. અશ્વિનભાઇ 
હજુ આ બિલ્ડીંગના બેઝમેન્ટમાં પહોંચ્યા હશે ત્યાં જ તેમની ઓફિસમાં લુંટારૂઓ ત્રાટક્યા હતા. સદનસીબે જોખમ 
લોકરમાં પહોંચી ગયું હોવાથી લાખો રૂપિયાની કિંમતના હીરા લુંટાતા બચી ગયા હતા. 
ઃઃઃઃ પાંચેય લુંટારૂઓની ચહલ પહલ  સીસી ટીવી કેમેરામાં 
મીની હીરા બજાર પ્રિન્સેસ પ્લાઝામાં ગઇ સાંજે જે ઘાડનો નિષ્ફળ પ્રયાસ થયો એ આખી ઘટના સીસી ટીવી 
કેમેરામાં કેદ થઇ ગઇ છે. જેમાં એક જાડીયો મજબુત બાંધાનો વ્યક્તિ છે જેણે સફેદ રંગનું ફુલ સ્લીવનું શર્ટ અને 
બ્લ્યુ જીન્સ પહેરેલુ છે. બીજો વ્યક્તિ મજબુત બાંધાનો અને લાલ કલરનું હાફ સ્લીવનું શર્ટ પહેરેલુ છે. ત્રીજો વ્યક્તિ છે તેણે 
સફેદ શર્ટ અને કાળુ પેન્ટ પહેરેલુ છે. ચોથાએ સફેદ શર્ટ અને સફેદ પેન્ટ પહેરેલુ છે જ્યારે પાંચમો વ્યક્તિ 
પણ સફેદ પેન્ટ શર્ટમાં છે.