Page Views: 1849

રેલવે ટિકિટ સસ્તી થશેઃ રેલ વે મંત્રી પિયુષ ગોયલનો નિર્દેશ

ડેબિટ ક્રેડિટ કાર્ડથી થતાં બુકિંગ પરનો MDR ચાર્જ રદ્દ કરવા વિચાર

નવી દિલ્હી:

        ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા બુક કરાયેલી ટિકિટ પર ઓછા નાણાં ચૂકવવા પડશે. સરકાર IRCTC દ્વારા પેસેન્જર્સ પાસેથી લેવાતો મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) રદ કરવાનું વિચારી રહી છે.

        રેલવે પ્રધાન પીયૂષ ગોયલે ગુરુવારે જણાવ્યું હતું કે, પેસેન્જર્સ પરથી MDRsનો હળવો કરવા શું કરી શકાય એ માટે તે બેન્કો સાથે ચર્ચા કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, IRCTCગ્રાહકો પાસેથી MDRs વસૂલે છે. હું તેમને આ ચાર્જ રદ કરવાનું જણાવી રહ્યો છું અને અમે બેન્કો સાથે આ બાબતે વાટાઘાટ કરી રહ્યા છીએ. બે-ત્રણ દિવસમાં આ બાબતે નિર્ણય લેવાશે. ગોયલે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ અને CII દ્વારા સંયુકત રીતે આયોજિત 'ઇન્ડિયા ઇકોનોમિક સમિટ'ને સંબોધન કરતી વખતે આ માહિતી આપી હતી.