Page Views: 3750

વરાછામાં કોંગ્રેસ દ્વારા ખુલ્લી ખાડીના નિર્માણને લઈને કરાયો સદભાવના હવન

વરાછાના લોકો ત્રાહિમામ પોકારી ગયા હોવાનું કોંગ્રેસ અગ્રણી જયેશ લીલીયાવાલાએ જણાવ્યું

સુરતઃ-

         વરાછા રોડના ધારાસભ્ય કુમાર કાનાણીના અલ્ટીમેટમની સાથે ખાડીના મુદ્દે કોંગ્રેસ પણ મેદાનમાં આવ્યું છે.વરાછાની ખુલ્લી ખાડીના નિર્માણને લઇ કોંગ્રેસ દ્વારા સદભાવના હવન કરાયો હતો. દુર્ગંઘ ઓકતી આ ખાડીને લઇ વરાછાના લોકો ત્રાહિમામ પોકારી ગયા હોવાનું કોંગ્રેસ અગ્રણી જયેશ લીલીયાવાલાએ જણાવ્યું હતું.

        પાલિકામાં મંજુર થયેલી 190 કરોડની દરખાસ્તને પણ ભાજપ શાસકોએ અસ્વીકાર કરતાં સદભાવના હવનથી ભગવાન તેમને સદબુઘ્ઘિ આપે તેવી પ્રાર્થના કરાઇ છે. જયેશ લીલીયાવાલાએ જણાવ્યું હતું કે, ઘણા સમયથી વરાછાની ખુલ્લી ખાડી સ્થાનિક લોકો માટે માથાનો દુઃખાવો બની ગઇ છે. ઉનાળા કે ચોમાસાની શરૂઆતથી જ આ ખાડી ગંભીર બિમારીઓ ઓકતી થઇ જાય છે. અસહ્ય દુર્ગંધને કારણે લોકો ઘરમાં કેદ રહેવા મજબુર બનતા આવ્યા છે. જેને લઇ વારંવાર પાલિકામાં સ્થાનિક લોકોને સાથે રાખી રજુઆત પણ કરાઇ છે.ભગવાન શાસકોને સદબુધ્ધિ આપે તેવા હેતુથી આ સદભાવના હવનનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.