Page Views: 12463

કેટલો સરસ નિર્ણય સરકારી નોકરી કરનારે વૃધ્ધ માતા પિતાને સાથે રાખવા

મજબુત સમાજ વ્યવસ્થા માટે આ કાયદો સમગ્ર દેશમાં લાગુ કરવા જેવો છે

 વિચાર યાત્રા.....

નીતા સોજીત્રા (નીશો) દ્વારા...

ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે લોકોમાં પક્ષ પ્રત્યે અસમંજસ , કે નિરાશા જણાય એ બહુ સ્વાભાવિક વાત છે. સરકાર ઘણા પગલાં લેતી હશે વિકાસના પણ એ દેખાય કે ઉગી નીકળે એ માટે કોઈ ખાસ પગલાં નથી લેવાઈ રહ્યા. રાજકારણીઓના વિશેષ પ્રવાસો અને આગમન સમયે નગર શણગાર પાછળ થતું અધધ ખર્ચ લોકો ને નિરાશા જન્માવે છે. ઘણા પગલાં એવા છે કે જે અર્થસભર છે અને એના પરીણામ તરતજ જોવા મળે.

     દેશવાસીઓના નાનામાં નાના પ્રશ્નો વગર કહ્યે સત્તાધીશો સુધી પહોંચે અને પ્રશ્ન ઉદભવે કે તરતજ એના નિરાકરણ ના પગલાં લેવાય તો એ અસરદાર સરકાર કહેવાય.

   મારે વાત કરવી છે એક એવી જ સમસ્યા અને સરકારે જાહેર કરેલ નિર્ણયની. 

    એક રાજ્યમાં ( જેની માહિતી હાલ સ્કીપ થઈ ગઈ છે) એક એવો મહાન અને પ્રસંશનિય નિર્ણય કે કાયદો કરવામાં આવ્યો છે કે તમામ સરકારી નોકરીયાતોએ પોતાના માતાપિતાને ફરજિયાત પોતાની સાથે રાખવા અને જો એ એમ ન કરે તો એમના પગાર માંથી ચોક્કસ રકમ એમની શાખામાંથી જ કપાઈ જશે અને એકલા રહેતા એમના વૃદ્ધોને મળશે. ખૂબ સરાહનીય આ કાયદાને લોકોએ સહર્ષ વધાવવો જોઈએ. ધીમે ધીમે ખાનગી શાખાઓ એ પણ આ નિયમ અપનાવવા જેવો ખરો. 

    સતત વધતા જતા વૃદ્ધાશ્રમો , અને વૃદ્ધોને કોરી ખાતી એકલતા સાથે કેટલાક વૃદ્ધો આર્થિક અગવડનો ભોગ પણ બનતા હોય છે.  કેટલીક વખત આ પૈસા કપાવાનો ડર પણ એક છત નીચે રહેવા મજબૂર કરી શકે અને એ રીતે પણ સંતાન જવાબદારી માથી મોઢું ન ફેરવી શકે.

   બીજી તરફ આર્થિક નિયમિત આવક વગર  ભાંગી ગયેલા વૃદ્ધોને એક આશાનું કિરણ બતાવે છે.. 

   પોતાનું સર્વસ્વ અર્પણ કરીને પણ સંતાન ને ઉછેરતા માતાપિતા જાતિ જિંદગીએ એક છત માટે તડપતા હોય એથી વધુ ખરાબ સ્થિતિ કઈ હોય? જેમણે કાપરથી કપરા સંજોગો સામે લડતા શીખવ્યું એમની જ સામે મોરચો માંડવાનો ?? પુત્ર હોય કે પુત્રવધુ પણ એ એમની ફરજ માંથી ન છૂટી શકે એ સમજાવવા માટે આ કાયદો એ યોગ્ય પગલું છે. દરેક જગ્યાએ આવા નિર્ણયો લેવાવા જોઈએ અને એ નિર્ણય ના અમલ પછીની સ્થિતિ પણ સમાજ સામે મુકવી જોઈએ જેથી આજની પ્રજા એની ફરજ માંથી મુક્ત થવા વિચાર ન કરે..

      જયાંની ગવર્મેન્ટે આ નિર્ણય લીધો છે એ ખૂબ આવકારદાયક છે.. દરેક સંસ્થા આવો નિર્ણય લે તો આ એક દુષણ ને ડામી શકાય.. અને સમગ્ર દેશમાં આ પ્રકારનો કાયદો અમલમાં મુકવામાં આવે તો એક મોટી સામાજીક ક્રાન્તિ આવી શકે તેમ છે.

 

જય હો...NISHO...