Page Views: 4207

9 ઓક્ટોબરથી દેશભરના તમામ ટ્રક ચાલકો દેશવ્યાપી હડતાલ પર

93 લાખ ટ્રક ચાલકો અને 50 લાખ બસ ચાલકો કરશે હડતાલનું પ્રતિનિધિત્વ

નવી દિલ્હી:-

        ગુરૂવાર GST ના કારણે કૂદકે ને ભૂસકે વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ તથા  ભષ્ટ્રાચારને ધ્યાનમાં રાખીને દેશભરના તમામ ટ્રક ચાલકો 9 ઓક્ટોબરથી બે દિવસીય દેશવ્યાપી હડતાળ પર ઉતરશે.  

        આ અંગે ઓલ ઇન્ડીયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ (AIMTC) ના અધ્યક્ષ એસ. કે મિત્તલે જણાવ્યું "સરકારી અધિકારીઓનુ વધી રહેલુ દોષારોપણનુ વલણ, GST, પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અને ભષ્ટાચારને કેન્દ્રમાં રાખીને ટ્રાન્સપોર્ટરોએ 9 અને 10 ઓક્ટોબરે ફ્લાયવ્હીલને અટકાવવાનો નિર્ણય લીધો છે.   AIMTC દાવો કર્યો છે કે દેશભરના 93 લાખ ટ્રક ચાલકો અને 50 લાખ બસ અને પ્રવાસન વાહનચાલકો આ હડતાળનું પ્રતિનિધિત્વ કરશે. તો બીજી તરફ ટ્રાંસપોટર ના બીજા સંગઠન અખિલ ભારતીય ટ્રાસંપોર્ટ વેલફેયર એસોસિઇશએ પણ AIMTC ને સમર્થન આપ્યું  હતુ. ઓલઇન્ડીયા મોટર ટ્રાન્સપોર્ટના ચેરમેન કુલતારણ સિંહ અટવાલે જણાવ્યું કે ' અમારા વ્યવસાયમાં 70 ટકા ખર્ચ ડીઝલ પાછળ થાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતો ઓછી હોવા છતાં સરકાર દેશમાં ડીઝલના ભાવ ઘટાડવાનુ નામ નથી લેતી. અમારી માંગ છે કે ડીઝલના ભાવમાં 20 રૂપિયા પ્રતિ લીટરે ઘટાડવામાં આવે.