Page Views: 1086

આસો મહિનામાં પણ શહેરમાં ઉનાળા જેવી કાળઝાળ ગરમી- પારો 36 ડિગ્રીને પાર

વહેલી સવારે સામાન્ય ઠંડક છતા દિવસના ઉકળાટથી શહેરીજનો પરસેવે રેબઝેબ

સુરત-4-10-2017

સામાન્ય રીતે આસો મહિનામાં શહેરમાં ઠંડીના આગમનની શરૂઆત થઇ જાય છે પરંતુ ચાલુ વર્ષે શહેરમાં આસો માસના પ્રથમ પખવાડીયામાં પણ શહેરીજનોને ઉનાળા જેવી કાળઝાળ ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી તાપમાનનો પારો સતત વધી રહ્યો છે અને શહેરીજનો અસહ્ય ઉકળાટ અને ગરમી અનુભવવા સાથે પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, શહેરનું આજનું મહત્તમ તાપમાન 36.6 ડિગ્રી નોંધાયું હતું જે સામાન્ય કરતા ચાર ડિગ્રી વધારે રહ્યું હતું. શહેરીજનોને આસો મહિનામાં પણ ચૈત્ર વૈશાખ મહિના જેવા આંકરા ઉનાળાના તાપની અનુભૂતિ થઇ હતી. ગરમીને કારણે શહેરીજનો હેરાન પરેશાન થઇ રહ્યા હતા. સુરત શહેરનું લઘુત્તમ તાપમાન 26.2 ડિગ્રી રહેવા સાથે હવામાનમાં ભેજનું પ્રમાણ 50 ટકા તેમજ ઉત્તર દિશામાંથી પ્રતિ કલાકે 8 કિલો મીટરની ઝડપે પવન ફુંકાતો રહ્યો હતો.

દિવસભર આંકરો તાપ પડતો હોવા છતા શહેરમાં વહેલી સવારે શહેરીજનોને ઠંડકની લહેરખીનો અનુભવ થઇ રહ્યો છે. હજુ ત્રણ ચાર દિવસ સુધી શહેરમાં આંકરો તાપ પડવાની સંભાવના છે અને ત્યાર બાદ શિયાળાની ઠંડકની અનુભૂતિ શહેરીજનોને થ