Page Views: 3406

સુરત લાજપોર જેલના જેલર આર સી આદ્રોજાની વડોદરા બદલી

વડોદરાના આર ડી શ્રીમાળીના હવાલે લાજપોર જેલ

સુરત-4-10-

રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓની તારીખો જાહેર થાય તે પહેલા જ વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે તમામ વિભાગોમાં બદલીના હુકમો કરવામાં રાજ્ય સરકાર વ્યસ્ત બની છે. ત્યારે સુરતની લાજપોર જેલના જેલર સહિત રાજ્યની અન્ય જેલોમાં પણ જેલર કક્ષાના અધિકારીઓની બદલીના હુકમો કરવામાં આવ્યા છે.

રાજ્યના ગૃહ વિભાગે જેલર કક્ષાના અધિકારીઓની બદલીના હુકમ કર્યા છે. સુરતની લાજપોર જેલના આર.સી. આદ્રોજાને વડોદરા તથા વડોદરાના આર.ડી. શ્રીમાળીને લાજપોર જેલમાં મુકાયા છે. અમદાવાદ જેલ સ્ટાફ તાલીમ શાળાના એમ.ડી. દોશીને વડોદરા મધ્યસ્થ જેલમાં અને રાજકોટ મધ્યસ્થ જેલના જી.જે. મકવાણાને જેલ સ્ટાફ તાલીમ શાળા અમદાવાદ ખાતે બદલવામાં આવ્યા છે.

   વર્ગ-૩ના અમુક કર્મચારીઓને વર્ગ-૨માં બઢતી આપવામાં આવી છે. નવસારીના જે.એલ. ડાભીને અમદાવાદ મધ્યસ્થ જેલમાં, અમદાવાદ મધ્યસ્થ જેલના પી.કે. પલાતને રાજકોટ જેલમાં અમદાવાદ જેલ આઈ.જી. કચેરીના બી.આર. વાઘેલાને સુરત લાજપોર જેલમાં અને અમદાવાદના એમ.જી. રબારીને પોરબંદર જેલમાં નિમણૂક આપવામાં આવી છે. અમદાવાદના પી.કે. ગઢવી મોરબી સબ જેલમાં, મહેસાણાના બી.બી. ઝાલાને સુરેન્દ્રનગર જેલમાં, પોરબંદરના ડી.વી. પટણીને અમરેલી ઓપન જેલમાં તથા સુરેન્દ્રનગરના બી.કે. બહેલીમને લાજપુર મધ્યસ્થ જેલમાં નિયુકત કરવામાં આવ્યા છે.