Page Views: 1699

ગુજરાતમાં ૩ અને ૧૦ ડિસેમ્બરે એમ બે તબક્કે ચૂંટણી યોજાવાની શકયતા

ચૂંટણી માટે રાજકીય પક્ષોને દોઢેક મહિનાનો સમય મળે તેવી શકયતા

નવી દિલ્હી:

        ગુજરાતમાં ડિસેમ્બર પ્રથમ સપ્તાહમાં ચૂંટણી યોજવાની તૈયારી થઇ રહી છે. જેમાં કુલ બે તબક્કે મતદાન થશે. ચુંટણી પંચ ૩ ડિસેમ્બર અને ૧૦ ડિસેમ્બરની તારીખ મોટાભાગે જાહેર કરે તેવી શકયતા દેખાઈ રહી છે.બંને તારીખે રવિવાર આવતો હોય મતદારો મોટાપ્રમાણમાં મતદાન કરે તેવી પણ ધારણા રાખવામાં આવી રહી છે. પ્રથમ ચરણમાં શહેરી અને નાના નગરોને આવરી લેવાશે. જયારે બીજા તબક્કામાં ગ્રામીણ વિસ્તારોમાં મતદાન થશે. ચૂંટણી માટે રાજકીય પક્ષોને દોઢેક મહિનાનો સમય મળે તેવી શકયતા છે.