Page Views: 2442

કાશ્મીરનાં પૂંછમાં પાક. દ્વારા ફરીથી કરાયું સીઝફાયર

સતત ગોળીબારને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ

કાશ્મીર:-

         જમ્મુ કાશ્મીરની સરહદે ભારત પાકની આંતરાષ્ટ્રીય સરહદે ફરીથી પાકે સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ છે.

        સૂત્રોના જણાવ્યાનુસાર પુંછ જિલ્લાના દેગવાર સેક્ટરમાં પાકિસ્તાની રેંજર્સે ફરીથી થોડી થોડી વારે ફાયરિંગ કરી રહ્યા છે. જેના જવાબમાં ભારતીય સેના પણ ગોળીબાર કરી રહી છે. ફાયરિંગને કારણે સરહદે આવેલા ઘરોને નુકસાન પહોંચ્યુ હોવાનું જાણવા મળ્યુ છે જ્યારે સતત ગોળીબારને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છે.