Page Views: 6991

મોટા વરાછામાં મોડી રાત્રે તંગદિલી: લોકોને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કરતાં માહોલ ગરમાયો

ઉશ્કેરાયેલા લોકોએ ગાડીઓમાં આગ ચાંપી ઠેર ઠેર ટાયર સળગાવ્યા

સુરત:-

             મોટા વરાછાના આનંદધારા ચોક વિસ્તારમાં મંગળવારે મોડી રાત્રી દરમિયાન અજાણ્યા ઈસમોએ બાઈકમાં તોડફોડ કરતા વાતાવરણ તંગ બની ગયું હતું. અને રોડ પર ટોળે ટોળાં ઉતરી આવ્યા હતા. લોકોને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કરતાં માહોલ ગરમાયો હતો. જેને લઇ ઉશ્કેરાયેલા લોકોએ ટાયર સળગાવ્યા હતા

        પ્રાપ્ત વિગતો અનુસાર, મોટા વરાછા આંનદધારા ચોક નજીક કેટલાક અજાણ્યા ઇસમોએ બાઇક સવારને ફટકારી બાઈકમાં તોડફોડ કરી ધમાલ મચાવતા પોલીસ દોડતી થઇ ગઇ હતી. મંગળવારની રાત્રે બનેલી આ ઘટના બાદ મઘરાત્રે લોકોના ટોળે ટોળા રોડ ઉપર ઉતરી પડતાં વાતાવરણ તનાવગ્રસ્ત થઇ ગયું હતું. ભેગા થયેલા લોકોને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કરતાં માહોલ ગરમાયો હતો. જેને લઇ ઉશ્કેરાયેલા લોકોએ ગાડીઓમાં આગ ચાંપી ઠેર ઠેર ટાયર સળગાવ્યા હતા. ઘટનાની જાણ થતાં ત્રણથી ચાર પોલીસ પીસીઆર વાન સ્થળ પર પહોંચી ગઈ હતી અને અમરોલી પીઆઈ કે. આઈ. મોદી તથા કતારગામ, ચોક પોલીસ સ્ટાફ પણ મંગાવવામાં આવ્યો છે. તો એસીપી કક્ષાના અધિકારીઓ પણ પરિસ્થિતિની ગંભીરતા સમજીને ઘટના સ્થળે દોડી ગયા છે. પોલીસનો મોટો કાફલો પહોંચી જતાં પરિસ્થિતિ કાબુમાં આવી ગઈ હતી.