Page Views: 875

ગૃહલક્ષ્મી નિધિ લી.ની ભાવનગર શાખાનો લોકર સુવિધા સાથે થયો શુભ આરંભ

સુરત શહેર ઉપરાંત સૌરાષ્ટ્રના દામનગર, સુરનગર અને હવે ભાવનગરના લોકોને પણ ગૃહલક્ષ્મી નિધિ લી.ની સેવાનો લાભ મળશે

સુરત-3-10-

સુરત શહેરના એ કે રોડ ધરમનગર રોડ સૌરાષ્ટ્ર સોસાયટી ખાતે કાર્યરત ગૃહલક્ષ્મી નિધિ લી.ની સાતમી શાખાનો શુભ આરંભ તાજેતરમાં જ ભાવનગર ખાતે થયો છે. લોકર સહિતની સુવિધા ધરાવતી ગૃહલક્ષ્મી નિધિ લી.ની આ શાખા ભાવનગર શહેરના હાર્દ સમા વીર મોખડાજી સર્કલ ઘોઘા રોડ સ્વસ્તિક કોમ્પલેક્સ ખાતે કાર્યરત થઇ છે.

ગૃહલક્ષ્મી નિધિ લી.ના ચેરમેન દિલીપભાઇ જે. વાઘેલાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, સુરત ખાતેથી શરૂ થયેલી ગૃહલક્ષ્મી નિધિ લી.ની વિકાસ યાત્રા ખુબ જ ટુંકા સમયગાળામાં સૌરાષ્ટ્ર સુધી વિસ્તરી છે. સુરત શહેરમાં એ કે રોડ ઉપરાંત પુણાગામ, કતારગામ, અમરોલી ખાતે ગૃહલક્ષ્મી નિધિ લી. કાર્યરત છે તાજેતરમાં જ ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના સુરનગર ખાતે એક શાખા શરૂ કરવામાં આવી હતી તેમજ અમરેલી જિલ્લાના દામનગર ખાતે પણ ગૃહલક્ષ્મી નિધિ લી.ની શાખા ધમધમી રહી છે. ભાવનગર ખાતે તા.23.9.2017ના રોજ દયાગીરી બાપુના આશિર્વચન  સાથે બ્રહ્મકુમારી તૃપ્તીબેન દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને ગૃહલક્ષ્મી નિધિની ભાવનગર શાખાનો શુભારંભ થયો હતો. ગૃહલક્ષ્મી નિધિ લી.ની આ શાખા બે હજાર સ્કવેર ફુટમાં પથરાયેલી છે અને તેમાં આરબીઆઇના નોર્મ્સ પ્રમાણે લોકરની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ગૃહલક્ષ્મી નિધિ લી.ના ઉદઘાટન સમારોહમાં સંદિપ વાઘેલા સહિત ધારાસભ્ય કેશુભાઇ નાકરાણી સહિત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ગૃહલક્ષ્મી નિધિ લી. ખાતે ભાવનગરવાસીઓને લોકર સુવિધાની સાથો સાથ બિલ કલેકશન સેવાનો પણ લાભ મળશે. માત્ર રૂ.1400 ભરીને ભાવનગરવાસીઓ ગૃહલક્ષ્મી નિધિ લી.માં સભાસદ બની શકશે અને આર્થિક રીતે પછાત હોય એવા વર્ગના લોકોને પગભર થવાનો મોકો મળે તે હેતુથી નિધિ દ્વારા લોન સુવિધા પણ આપવામાં આવશે. સભાસદોને ફિક્સ ડિપોઝીટ ઉપર આકર્ષક વ્યાજ આપવામાં આવશે તેમજ રોકડ લોન, એજ્યુકેશન લોન, ઘર, દુકાન રિનોવેશન લોન, મોર્ગેજ લોન, દુકાન, મકાન, ફ્લેટ, હોમ લોન, વાહન લોન, શુભ પ્રસંગ માટેનું ધીરાણ ઉપરાંત ધંધા વ્યવસાય માટે પણ લોન મળશે. સભાસદના બાળકોને વિદ્યા અભ્યાસમાં પ્રોત્સાહન મળે તે માટે વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ સમારોહ તેમજ સભાસદોને આકર્ષક ભેટ પણ આપવામાં આવશે.