Page Views: 3060

EVMમાં ઉમેદવારના નામની સાથે તેનો ફોટો પણ મૂકાશે

બટન દબાવતાં જ મતદારો ફોટો જોઇ શકશે: કર્મચારીઓની તાલીમ ચાલુ

અમદાવાદ:-

        ડિસેમ્બર મહિનામાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે પ્રથમવાર જ  EVM માં બેલેટનું બટન દબાવતા જ જે ત ઉમેદવારનાં નામની સાથે તેનો ફોટો પણ દેખાશે જેથી મતદારો રાજકીય પક્ષોના ચૂંટણીના પ્રતિક, નામ અને ફોટો જોઇને ઓળખ કરી શકશે ઉપરાંત  EVMની સાથે VVPAT મુકાવાના હોઇ, મતદાનનો સમય વધારવામાં આવે એવી શક્યતાઓ છે.

        સૂત્રો જણાવે છે કે, આ વખતે ખાનગી કંપનીના બનાવટના નવા EVM મુકવાના છે. EVM મશીન સાથે બેલેટનું બટન દબાવવા માટે ઉમેદવારનું નામ, પ્રતિક અપાતુ હતુ પરંતુ આગામી ચૂંટણીમાં આ બધાની સાથે ઉમેદવારનો ફોટો પણ મુકાશે. જે VVPPT મશીનો છે તેના ડીસ્પ્લે ઉપર મતદારો સાત સેકન્ડ સુધી ઉમેદવારના નામ, ક્રમ સહિતની તમામ વિગતો જોઇ શકાશે. ત્યારબાદ જ કાપલી કટ થઇને ડ્રોપ બોક્સમાં પડી જશે. જેને મત આપ્યો છે તેના બદલે ડીસ્પ્લે પર જુદુ નામ આવશે એવા કિસ્સામાં જો ફરીયાદ સાચી ઠરશે તો સમગ્ર બુથમાં ફરી મતદાન કરાશે. ખોટી ફરિયાદના કિસ્સામાં પોલીસ કેસ સાથે છ મહિનાની જેલની સજાની જોગવાઇ છે. જ્યારે ફેર મતગણતરીના કિસ્સામાં પણ તમામ VVPAT ને લાવવામાં આવશે તેમજ સમગ્ર મતક્ષેત્રની નીકળેલી કાપલીને આધારે તેનું પરિણામ જાહેર થશે.બીજી બાજુ આ પ્રથમ વખત જ EVM ની સાથે VVPAT નો ઉપયોગ થઇ રહ્યો હોય, મતદાન કરવામાં થોડો સમય વધુ બગડશે. જેથી આમ મતદારોને બુથમાં લાંબો સમય રાહ જોવી પડશે. ચૂંટણી પંચે આ સમસ્યાને હલ કરવા બુથમાં મહત્તમ મતદારોની સંખ્યામાં ઘટાડો કર્યો છે તેમજ મતદારનનો સમય વધારવા માટે કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ ચર્ચા શરૃ કરી છે. જે દિલ્હીથી પંચની મંજૂરી મળશે તો મતદાનનો સમય વધારાશે. સુર્યપ્રકાશ કે લાઇટ પડતી હોય તો VVPAT બંધ થઇ જાય છે વિધાનસભાની ચૂંટણીમાં EVMની સાથે VVPATમુકાવવાનું હોઇ, કર્મચારીઓને તાલીમ આપવાનું શરૃ કરી દેવાયું છે.

         જે લગભગ આખો ઓકટોબર મહિનો ચાલશે. ટ્રેનિંગની અંદર વીડિયો બતાવાય છે. EVM, VVPAT અને કાઉન્ટીંગ યુનિટ વગેરેનું ડેમોન્સ્ટ્રેશન કરીને કર્મચારીઓને જે કોઇ પ્રશ્નો હોય તેના જવાબો અપાય છે. ખાસ કરીને પ્રીસાઇડીંગ ઓફિસરો, સેકટર ઓફીસરોને સુચનાં અપાઇ છે કે  VVPAT મશીનો ઉપર તડકો અથવા લાઇટનો પ્રકાશ પડવા દેવો નહીં. કેમ કે તેને કારણે VVPAT બંધ થઇ જાય છે. મતદાન કુટીરમાં આ માટેની વ્યવસ્થા કરવાની તાકીદ કરાઇ છે.