Page Views: 4552

લાસ વેગાસના કેસીનોમાં આંધાધુંધ ફાયરીંગ- 20ના મોત

ત્રણ અજાણ્યા હુમલાખોરોએ કરેલા ફાયરીંગને કારણે ભાગદોડ મચી- 100થી વધુ ઇજાગ્રસ્ત

લાસ વેગાસ તા.ર : નાઇટ લાઇફ, કલબ્સ અને કેસીનો માટે જાણીતા અમેરિકાના લાસ વેગાસના એક કેસીનોમાં મ્યુઝીક કંસર્ટ દરમિયાન અજાણ્યા હુમલાખોરો દ્વારા થયેલા અંધાધુંધ ફાયરીંગમાં ઓછા ઓછા ર૦ લોકોના મોત થયા છે અને ૧૦૦થી વધુને ઇજા થઇ છે. એક હુમલાખોરને ઠાર કરવામાં આવ્યો છે જયારે અન્ય હુમલાખોરની શોધખોળ થઇ રહી છે. પોલીસના કહેવા મુજબ ઠાર થયેલ હુમલાખોર સ્થાનિક નિવાસી હતો.

   જાણવા મળે છે કે બે થી ત્રણ હુમલાખોરો કેસીનોમાં ઘુસ્યા અને તેઓએ ૩રમાં માળેથી ફાયરીંગ શરૂ કર્યુ હતુ જેને કારણે ત્યાં ભાગદોડ મચી ગઇ હતી. લોકો આડેધડ ભાગવા લાગ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે ઇજાગ્રસ્તોમાંથી ૧૪ની હાલત ગંભીર છે. હુમલાખોર કોણ હતા એ હજુ જાણી શકાયુ નથી.

    મ્યુઝીક કાર્યક્રમમાં ૩૦,૦૦૦ લોકો સામેલ હતા. લાસ વેગાસ પોલીસે લોકોને મંડાલે બે કેસીનોની આસપાસના વિસ્તારોમાં ન જવા લોકોને અપીલ કરી છે. ગોળીબારની ઘટનાને કારણે અનેક ફલાઇટને લાસ વેગાસ એરપોર્ટથી ડાયવર્ટ કરવામાં આવી છે. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.

   સુત્રોના જણાવ્યા પ્રમાણે ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જયારે હુમલો થયો ત્યારે સીંગર જેક બ્રાઉનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. જેક ત્યાં ચાલી રહેલા ૩ દિવસના મ્યુઝીકલ ફેસ્ટીવલમાં ભાગ લઇ રહ્યા હતા. ઘટનાના સાક્ષીઓના જણાવ્યા પ્રમાણે મશીનગનથી ગોળીઓ ચાલવા લાગી અને બધા રાડો પાડી ભાગવા લાગ્યા. આ ઘટના સ્થાનિક સમય મુજબ ૧૦-૩૦ કલાકે થઇ હતી. ભારતીય સમય મુજબ આજે સવારે. આ હુમલામાં ત્રણ લોકો સામેલ હતા. ૧પ એકરમાં ફેલાયેલા આ રિસોર્ટ-કેસીનોમાં ચાર વર્ષથી ત્રણ દિવસનો મ્યુઝીક ફેસ્ટીવલ યોજાઇ છે. શરૂઆતના ફાયરીંગમાં એક સિકયુરીટી ગાર્ડનું મોત થયુ છે.