Page Views: 3197

દિવાળીના બીજા દિવસે જ GST રિટર્ન અને 3B ફાઇલ કરવાનો છેલ્લો દિવસ

વેપારી સંગઠનો દ્વારા દિવાળી આવતી હોવાથી તારીખ લંબાવવા વારંવાર રજૂઆત પણ તંત્ર નિંભર

નવી દિલ્હી:

        સરકારે કોઇપણ તૈયારી કર્યા વગર જ ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સ એક્‍ટ( GST)નો અમલ શરૂ કરી દીધો છે. જેને લીધે ઊભી થતી ક્ષતિઓને લઇને વેપારીઓ પરેશાન થયા છે. હવે ચાલુ મહિને દિવાળીના તહેવારો આવી રહ્યા છે.

        ૧૯મીએ દિવાળી અને ૨૦મી તારીખે બેસતુ વર્ષ છે ત્‍યારે  GSTરિટર્ન અને 3B ફાઇલ કરવાનો છેલ્લો દિવસ પણ ૨૦મી ઓક્‍ટોબર જ છે. દિવાળીના તહેવારોમાં વેપારીઓ પરિવાર સાથે ઉત્‍સવ ઉજવે કે આ રિટર્ન ફાઇલ કરેઆ મુદ્દાને લઇને વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.એક રાષ્ટ્ર' ‘એક કરના નામે સરકારે  GSTનો અમલ શરૂ કર્યો પરંતુ જે રીતેનું માળખું ગોઠવાયું છે તે જોતાં પુરતી તૈયારી વગર જ આ કાયદો લાદી દેવાયો હોય તેમ ફલિત થઇ રહ્યું છે. દર મહિનાની ૨૦મી તારીખ સુધીમાં વેપારીએ જે તે મહિનાનું  GST રિટર્ન ફાઇલ કરવાનું હોય છે અને તે જ દિવસ સુધીમાં GSTR 3B સબમીટ કરવાનું હોય છે. જેમાં વેપારીએ મહિના દરમિયાન કરેલા ખરીદ-વેચાણ અને સ્‍ટોકની માહિતી સબમીટ કરવાની હોય છે. આ બન્ને વિગતો સબમીટ કરવાનો સમય એક જ હોવાથી વેપારીઓ અટવાઇ રહ્યા છે. બન્ને વિગતો સબમીટ કરવાની અવધીમાં પણ થોડા દિવસોનો ગેપ રાખવા માટે પણ રજૂઆતો થઇ છે.