Page Views: 1628

કાશ્મીરનાં પૂંછમાં પાક તરફથી સરહદે ફાયરિંગમાં 3 બાળકોના મોત, 8 ઘાયલ

પૂંછ, ધારા, માલી અને દિગવર વિસ્તારમાં પાક. કરી રહ્યુ છે ગોળીબાર

કાશ્મીર:-

        પાક. સરહદે વારંવાર સીઝફાયરનુ ઉલ્લંઘન કરી રહ્યુ છે આજે વહેલી સવારે પૂંછ વિસ્તારમાં  LoC પાસે પાક દ્વારા ફરી સીઝફાયર તોડવામાં આવ્યુ હતુ જેમાં ત્રણ બાળકોના મોત થયા છે અને 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.  

        કેરન સેકટરમાં ઘૂસણખોરીના પ્રયાસ કરાયાં હતા જેને નિષ્ફળ કરવામાં આવ્યાં છે. પાકિસ્તાને જમ્મુના પૂંછ સેકટરના કેરન વિસ્તારમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ છે. પાકિસ્તાની સેના મોર્ટાર અને ઓટોમેટિક હથિયારો વડે જોરદાર ફાયરિંગ કર્યું છે. કેરની વિસ્તાર ઉપરાંત પાકિસ્તાને ધારા, માલી અને દિગવર વિસ્તારમાં પણ ફાયરિંગ કર્યુ છે. હજુ ફાયરિંગ ચાલુ જ છે. થોડી થોડી વારે પાક. તરફથી કરવામાં આવી ગોળીબાર કરવામાં આવી રહ્યો છે.