Page Views: 5041

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીને જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ રાજઘાટ ગયા હતા

નવી દિલ્હી:-

             રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 148મી જન્મજયંતિ છે ત્યારે વડાપ્રધાન સહિતના દેશન અગ્રણી નેતાઓએ રાજઘાટ પહોંચીને બાપૂને શ્રદ્ધાંજલિ આપી હતી. આ અવસર પર દેશ અને દુનિયામાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

            વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજઘાટ પહોંચીને બાપુને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આજે મહાત્મા ગાંધી સિવાય પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની પણ જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની સમાધિ પર જઇને શ્રદ્ધાંજલિ આપી હતી. મનમોહન સિંહ અને બીજેપી નેતા અડવાણી પણ રાજઘાટ પહોંચી બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. વડાપ્રધાને મોદીને ટ્વિટ કરી મહાત્મા ગાંધીને યાદ કર્યા હતા અને લખ્યું હતું કે, ગાંધી જયંતિ પર બાપુને શત-શત નમન. હું ગાંધી જયંતિ પર પ્રિય બાપુને નમન કરું છું. તેમના મહાન આદર્શ દુનિયાભરમાં લાખો લોકોને પ્રેરણા આપે છે. ઉલ્લેખનીય છે કે આજના દિવસે ત્રણ વર્ષ અગાઉ વડાપ્રધાન મોદીએ સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી હતી.