Page Views: 1581

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશના પાંચ રાજ્યોમાં નિયુક્ત કર્યા નવા ગવર્નર

મેઘાલય, અસલ, અરૂણાચલ પ્રદેશ, તમિલનાડૂ અને બિહાર સામેલ

રાષ્ટ્રપતિએ દેશના પાંચ રાજ્યોમાં નવા રાજ્યોપાલોની નિયુક્તિ કરી છે. જે રાજ્યોમાં ગવર્નરોને બદલવામાં આવ્યા છે, તેમાં મેઘાલય, અસલ, અરૂણાચલ પ્રદેશ, તમિલનાડૂ અને બિહાર સામેલ છે. હવે મેઘાલયના નવા ગવર્નર ગંગા પ્રસાદ હશે. જ્યારે જગદીશ મુખીને અસમ, બ્રિગેડિયર બીડી મિશ્રાને અરૂણાચલ પ્રદેશ, બનવારી લાલ પુરોહિતને તમિલાનડૂ અને સત્યપાલ મલિકને બિહારનો ગવર્નર બનાવવામાં આવ્યા છે. જ્યારે એડમિરલ (સેવાનિવૃત) દેવેન્દ્ર કુમાર જોશીને અંદમાન નિકોબારના ઉપ રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે.

બનવારી લાલ પુરોહિત: વર્ષ 1977માં રાજનીતિમાં સક્રિય રૂપથી જોડાયેલા રહ્યાં. 1978માં તેમને મહારાષ્ટ્રના નાગપુરથી પહેલું વિધાનસભા ઈલેક્શન જીત્યા જ્યારે 1980માં દક્ષિણ નાગપુરથી એકવાર ફરીથી વિધાનસભા પહોંચ્યા. 1982માં રાજ્યમાં મંત્રી પણ બન્યા. પુરોહિત 1984 અને 1989માં નાગપુર કંપટીથી લોકસભામાં ચૂંટાઈને આવ્યા. 1996માં ફરીથી એકવાર લોકસભામાં ઈલેક્શન જીત્યા.

ગંગાપ્રસાદ: વર્ષ 1994માં પહેલી વખત બિહાર વિધાનસભા માટે તેમની પસંદગી કરવામાં આવી. 18 વર્ષ સુધી એમએલસી બનેલા રહ્યાં. આ પહેલા પ્રસાદ પાંચ વર્ષ સુધી પક્ષમાં પણ રહી ચૂક્યા છે.

દેવેન્દ્ર જોષી: 31 ઓગસ્ટ 2012થી 26 ફેબ્રુઆરી 2014 સુધી નેવી સ્ટાફના પ્રમુખ રહ્યાં. ચાર જુલાઈ, 1954ના દિવસે જન્મેલા જોષીએ નૈનીતાલ અને અલ્મોડામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું.

જગદીશ મુખી : 1 ડિસેમ્બર, 1942માં પાકિસ્તાનના ડેરા રાજીખાનમાં જન્મ થયો હતો. તેમને રાજસ્થાનના રાજશ્રી કોલેજથી સ્નાતકની ડિગ્રી મેળી છે. 1967માં દિલ્હીની શ્રી રામ કોલેજ ઓફ કોમર્સથી m.com કર્યું. 1975થી સક્રિય રાજનીતિથી જોડાયેલા રહ્યાં છે.

બ્રિગેડિયર બીડી મિશ્રા: 31 જુલાઈ, 1995ના દિવસે ભારતીય સેનાથી બ્રિગેડિયરના રૂપમાં રિટાયર્ડ થયા. 20 જુલાઈ 1939માં જન્મ થયો હતો. એનએસજી કમાન્ડો પણ રહી ચૂક્યાં છે.