Page Views: 8463

૬ વર્ષના માસૂમ બાળકનું ગરબે રમતાં-રમતાં માતા-પિતા સામે જ મોત

બાળક દેવીજ સીતાપરાનું હૃદય બંધ થતાં મોત નીપજતા તમામ લોકો શોકમાં ગરકાવ થઇ ગયા

રાજકોટ:-

        રાજકોટના નાનામવા નજીક આવેલા અક્ષરધામ એપાર્ટમેન્ટમાં નવરાત્રીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી ચાલી રહી હતી. ત્યારે અચાનક જ રાસ-ગરબા રમી રહેલાં માસૂમ બાળક દેવીજ સીતાપરાનું હૃદય બંધ થતાં મોત નીપજતા તમામ લોકો શોકમાં ગરકાવ થઇ ગયા હતા. મળતી માહિતી પ્રમાણે માસૂમ બાળકને હૃદયમાં કાણું હોવાથી પેસમેકર મૂકાવેલું હતું, ગરબે રમવાના કારણે વધુ પડતાં શ્રમથી પેસમેકર બંધ પડી જતાં આ કરૂણાંતિક સર્જાય હોવાની ચર્ચા છે.

મળતી માહિતી પ્રમાણે નાનામવા નજીક શાસ્ત્રીનગર પાછળ અક્ષરધામ એપાર્ટમેન્ટમાં રહેતા અને પ્લાસ્ટિકની ચીજવસ્તુ બનાવવાનું કારખાનું ધરાવતા હાર્દિકભાઇ સીતાપરાને સંતાનમાં બે પુત્ર છે. એક પુત્ર 3 માસનો છે. 6 વર્ષનો મોટો પુત્ર દેવીજ બુધવારે રાતે એપાર્ટમેન્ટમાં યોજાયેલા રાસ-ગરબાના કાર્યક્રમમાં ગરબે રમવા ગયો હતો. માતા-પિતા પણ એપાર્ટમેન્ટના રહેવાસીઓ સાથે દ્વિજના માતા-પિતા પણ રાસ-ગરબા જોવા બેઠા હતા. ગરબા લઇ રહેલો દ્વિજ અચાનક બેભાન થઇને ઢળી પડતા તેને હોસ્પિટલ લઇ જવાયો હતો જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.