Page Views: 3947

મુંબઈમાં એસફિન્સ્ટન બ્રિજ તુટવાની અફવામાં અફરાતફરીઃ 22ના મોત

ઓફિસ સમયે બ્રિજ તુટવાની અફવાએ લોકો થયા રઘવાયા, 30 ઘાયલ

મુંબઈ:-

                 મુંબઈના પરેલમાં આવેલા એલફિન્સ્ટન રેલવે બ્રિજ તુટવાની અફવા જીવલેણ સાબિત થઈ છે. સવારે 10.30 કલાકે અફવાના કારણે ભાગદોડ મચી હતી. જેમાં 22 લોકોનાં મોત થયા  છે. મૃત્યુઆંક હજુ વધી શકે છે. આ ઉપરાંત 30થી વધુ લોકો ઘાયલ થયા છે.

                આ બ્રિજની હાલત સાવ જર્જરિત છે ત્યારે ઓફિસ ટાઈમે જ અહિં બ્રિજ તુટવાની અફવાને કારણે અફરાતફરી મચી ગઈ હતી જેમાં 30 લોકોથી વધુ લોકો ઘાયલ થયા છે અને 22 લોકોના જીવ ગયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ભેગા કરવામાં આવ્યા છે. અને તંત્ર પણ સફાળુ જાગી ગયુ છે અને યુધ્ધના ધોરણે રેસ્કયૂના કામમાં લાગ્યુ છે. મુંબઈ મનપા ઉપર લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે.