Page Views: 1830

ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષા ફીમાં બોર્ડ દ્વારા ૧૦થી ૬૫ રૂપિયાનો વધારો કરાયો

ધો.૧૦માં ૩થી વધુ વિષયો માટે અગાઉ ૨૭૦ રૂપિયા ફી હતી તે વધારીને રૂ.૨૯૫ કરાઈ

અમદાવાદ:-

         ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્ત્।ર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ અને ૧૨માં બોર્ડની પરીક્ષા ફીની જાહેરાત કરી દેવાઈ છે. બોર્ડ દ્વારા આ વખતે પરીક્ષા ફીમાં ૧૦થી લઇને ૬૫ રૂપિયા સુધીનો વધારો કરાયો છે. ધો.૧૨ સાયન્સમાં જૂની ફી અને વધારો દર્શાવાયો નથી. સાયન્સમાં માત્ર નવી ફીની જાહેરાત કરી દેવાઈ છે. ધો.૧૦માં ૩થી વધુ વિષયો માટે અગાઉ ૨૭૦ રૂપિયા ફી હતી તે વધારીને રૂ.૨૯૫ કરાઈ છે. ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં રૂ.૩૭૦ના બદલે ૪૦૫ રૂપિયા એટલે કે ૩૫ રૂપિયાનો વધારો કરાયો છે. ધો.૧૨ સાયન્સ જૂની ફી કેટલી હતી તેનો ઉલ્લેખ ટાળીને નિયમિત વિઘાર્થીઓ માટે ૫૦૦ રૂપિયાની ફી રખાઈ છે.