Page Views: 1743

ગાંધીનગર ખાતે સ્વર્ણિમ સંકુલ-૨ માં પાટીદાર અને રાજ્ય સરકાર મહત્વની બેઠક શરૂ

પાટીદાર સમાજને એક મંચ પર લાવવામાં સરકાર સફળ

ગાંધીનગર:-

        છેલ્લાં બે વર્ષથી પણ વધુ સમયથી ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલનનો આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં અંત લાવવા માટે ભારતીય જનતા પાર્ટી (ભાજપા) દ્વારા પ્રયાસો શરૂ થઇ ગયા છે. આજે સરકારે તેમજ પાટીદાર સમાજની મહત્વની સંસ્થાઓના ટ્રસ્ટીઓ, સામાજિક આગેવાનો અને આંદોલનકારી સંસ્થા પાસના કન્વીનર હાર્દિક પટેલ અને સરદાર પટેલ ગ્રૂપ (એસપીજી)ના લાલજી પટેલ સહિતના 100 જેટલા અગ્રણીઓની બેઠક માટે પહોંચ્યા છે. હાલ ગાંધીનગર ખાતે સ્વર્ણિમ સંકુલ-2માં પાટીદાર અને સરકાર વચ્ચે મીટિંગ ચાલી રહી છે ત્યારે સકારાત્મક વલણણાં શરૂઆત થઇ છે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે.


        હાર્દિકે મિટિંગ પહેલા જણાવ્યું હતું કે, આજે સમાજના આંદોલનનું ભવિષ્ય નક્કી થશે. સમાજને અનામત નહીં આપે અને આચારસંહિતા લાગુ પડવા જઈ રહી છે ત્યારે સમાધાનની ચર્ચા સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ ભાજપ કરી રહી છે. આજે આયોગ અને શહીદ પરિવાર માટેની જાહેરાત હશે અને આ જાહેરાત અમારી લડાઈની ૪૦ ટકા જીત હશે. અનામત માટે વધુ જોશ અને આત્મવિશ્વાસથી લડીશું. અમને અમારી લડાઈ પર વિશ્વાસ છે અમે અનામત લઇને રહીશું. વિધાનસભાની ચૂંટણી પહેલાં આજે અમારી 40 ટકા માંગો પૂરી થશે અને 60 ટકા માંગ માટે મજબૂત લડાઇ લડીશું. અનામત મેળવીને જ રહીશું. સરકાર કયાંકને કયાંક ઝૂકી રહી છે. ચીમનભાઈ સાપરિયા, નાનુભાઈ વાનાણી, હાર્દિક પટેલ, PAAS અને SPGના સભ્યો, મુકેશ સવાણી, ભાજપના ધારાસભ્ય નલિન કોટડિયા, કેતન પટેલ, લવજી બાદશાહ, જેરામ પટેલ સહિતના અગ્રણીઓ બેઠકમાં હાજર રહ્યા છે. પાટીદાર સમાજને એક મંચ પર લાવવામાં સરકાર સફળ થઇ છે. PAAS અને SPGની ચાર શરતો પર બેઠકમાં ચર્ચા થશે. ત્રણ માંગો પર સરકારનું હકારાત્મક વલણ છે તેવું સૂત્રોનું કહેવું છે. પાટીદાર સમાજના મૃત્યુ પામેલાને આર્થિક સહાય અને નોકરી, પાટીદાર આયોગની રચના અને અનામતની માંગ, દમન ગુજારનાર અધિકારીઓ સામે પગલા લેવાની માંગણી કરી છે.