Page Views: 43336

આપણને વિદેશીઓનું કેટલુ આકર્ષણ પછી એ માનવ હોય કે પશુ પક્ષી

દેખાતુ હોય અને હોવું એ બન્ને અલગ બાબત છે

વિચાર યાત્રા...
નીતા સોજીત્રા (નીશો) દ્વારા

જ્યારે જ્યારે મેં મારા પંખીઓ સાથેના ફોટો કે વિડીઓ મુક્યા છે ત્યારે ત્યારે લોકોએ એના જ્ઞાન અને એની ફિલોસોફી નો પટારો ખોલી નાખ્યો છે. મને ખુશી થઈ કે લોકોમાં પ્રાણી/પંખી પ્રેમ ફૂટી કુટીને  ભર્યો છે ...
    આજથી લગભગ 10 વર્ષ પહેલાં મેં એક વિદેશી કૂતરું લીધું. લીધું ત્યારે એ માત્ર પોણા બે મહિનાનું હતું . એ વખતે અમે એપાર્ટમેન્ટમાં રહેતા. જેમ જેમ સમજણ આવી એમ એમ એને બહાર જવાની ઈચ્છા થવા લાગી જો કે અમે ફરવા લઇ જ જતા પણ એને તો મુક્ત થવું હતું દોરી વગર ફરવું હતું. એક દિવસ અજાણતા દરવાજો ખુલ્લો રહી ગયો અને એ પણ લાગ જોઈને નીકળી ગયું. એ તો પગથિયાં ઉતરી ગયું અને એ પકડાશે નહિ એ સમજાયું એટલે મેં બારીમાંથી વોચમેનને બૂમો પાડી કે જેની નીકળી ગઈ છે એને પકડજો પણ એ એની પકડમાં પણ ન આવી અને એને રોડ પર જતી હું જોઈ રહી. મારી નજર સામેજ  5 જ ડગલાં ચાલી હશે ત્યાં કુતરાઓની એક ટોળી આવી અને મારી જેની એવી ભાગી કે સીધો ઘરમાં આવીને શ્વાસ લીધો. એ પછી એ ક્યારેય નીકળી નથી. 
   
આવીજ રીતે એક વખત મિત્રને ત્યાંથી એમના લવબર્ડ્સ લઇ આવેલી થોડા દિવસ રાખવા. ક્યારેય મારા ઘરની આસપાસ મેં બિલાડી નથી જોઈ પણ ખબર નહિ ક્યાંથી બિલાડી આવી અને પાંજરું પાડી નાખ્યું. એક બે પંખી મારી ગયા અને 2 ઉડી ગયા પણ હજી ઉડ્યા જ ત્યાં તો ઘરની સામે જ એને મારી નાખ્યા .
     આપણા દેશને વિદેશીનું આમ પણ આકર્ષણ રહ્યું છે પછી એ માણસ હોય કે જનાવર..આ હકીકત એ દિવસે સમજાઈ. કેટલાક પ્રાણી, પંખી શૉ-પીસ જ હોય છે. 
કલાકારજીવ બહુ ઋજુ અને કોમળ હોય એવું મારુ માનવું છે. બંધન તો માણસને પણ પસંદ નથી તો આમને તો ન જ હોય એ સમજુ છું પણ.. અમુક પ્રકારના પંખી, માછલી, પ્રાણી એ પાળવા અને પુરવા માટે જ હોય છે વિદેશી માણસ જોઈને જો માણસ પણ ભૂરાયા થતા હોય તો આ તો જનાવર છે આપણા દેશમાં દેશી પ્રાણી/પંખી વિદેશી ને ન જ રહેવા દે એ મેં અનુભવેલું છે. જો હું આમને મારા ઘર માં ન લાવી હોત તો પણ એ પિંજરે જ હતા પણ દુકાનમાં હતા ત્યાં એને પ્રેમ,સંભાળ ન જ મળે.
    પેડિગ્રી બિસ્કિટ, કે ઓફસીઝનમાં પણ મોંઘાભાવની કોથમીર આમને ન મળત. નવરાવવું, રમાડવું એ બધું એ દુકાનદાર ન જ કરત. પ્રાણી કે પંખી સાથે ફોટો પાડવાનો શોખ લાગતો હોય જો કોઈને તો એ શોખની હું આર્થિક અને શારીરિક કિંમત પણ ચૂકવું છું. મારી સાથે ગાડીમાં ફરે છે, મારી સાથે સુવે પણ છે, હું ન હોઉં તો નિરાશ થઈ જાય છે ખાતા-પીતા નથી... આ લાગણી છે.
     મારા આવા કોઈ ફોટો કે વિડીઓમાં જ્ઞાન આપતા પહેલા એની પાછળની કેટલીક હકીકતનો વિચાર કરશો તો કદાચ સમજાશે. અને ન સમજાય તો પણ... મારા માં મારા પૂરતું જ્ઞાન અને સમજણ છે જ.. હા ઘણા ને થશે કે મને નેગેટિવ કોમેન્ટ નથી ગમતી કે ..આવું વ્યક્તિ ની પોસ્ટમાં કોમેન્ટ પણ કોણ કરે? તો પણ મને વાંધો નથી પણ.. એને ખવરાવવું, નવરાવવું, બીમાર હોય ત્યારે સેવા કરવી, એને વિકસીન અપાવવા, કેલ્શિયમ ઓછું થાય એવું જણાય ત્યારે એ આપવું.. આ બધું જે કરતું હોય એને આવા ફોટો અને વિડીઓ નો હક્ક છે.
  એક મિત્ર સાથે આ બાબત વાત થઈ ત્યારે મેં કહ્યું કે વિદેશી જનાવર આમ ઘરમાં જ ઉછેરવાના હોય અને પાંજરે જ સલામત હોય તો મને કહે સારું છે હું વિદેશી નથી... અલ્યા ભાઈ તમે વિદેશો હોત તો અહીં શેના હોત? અને અહીં હોત તો વિદેશી શેના કહેવાત?? ને જો વિદેશી હોત અને સ્ત્રી હોત અને ફરવા આવ્યા હોત તો તમને ય ખબર પડત...
      કોઈની લાગણી દુભવવાનો આશય નથી પણ 2 કે 3 વિડીઓ અને એટલા જ ફોટો માં આવી કોમેન્ટથી હું ગમ ખાઈ ગઈ કે જવાદો નથી કહેવું કાઈ..પણ આજે ન રહેવાયું કેમ કે આમાં જીવદયા બતાવનાર ને એ સમજવું જરૂરી છે કે "દેખાતું" અને "હોવું" એ બન્ને અલગ હોય શકે છે.
    ખરાબ લાગ્યું હશે કદાચ મિત્રોને પણ મને ય સમજ્યા વગરની કોમેન્ટથી ખરાબ લાગ્યું જ છે. બાકી કોમેન્ટ કરશો કે નહીં કરો મને વાંધો નથી પણ કરો તો લખો એની વાસ્તવિકતા સુધી જવાનો પ્રયાસ કરો.

નીશો....