Page Views: 17855

કાશ્મીરમાં પુલવામાં પોલીસ પાર્ટી ઉપર હુમલોઃ ૩ના મોત, ૩૧ ઘાયલ

ગઇરાત્રે અરનિયા સેકટરમાં પાકિસ્તાને લખણ ઝળકાવ્યાઃ સિઝફાયરનો ભંગ

જમ્મુ:

                જમ્મુ-કાશ્મીરમાં પુલવામાં જિલ્લામાં ફરી એકવાર ત્રાસવાદીઓએ નાપાક હરકત કરી છે. ત્રાસવાદીઓએ ત્રાલમાં પોલીસ પાર્ટી ઉપર ગ્રેનેડથી હુમલો કર્યો જેમાં ૩ નાગરિકોના મોત થયા છે. આ હુમલો બસ સ્ટેશન પાસે થયો હતો. ગ્રેનેડ હુમલા બાદ ત્રાસવાદીઓએ ફાયરીંગ પણ કર્યું. જેમાં સીઆરપીએફના ૭ જવાનો સહિત ૩૧ને ઇજા થઇ છે અને ૩ના મોત થયા હતા.

      હુમલામાં મૃતકોની ઓળખ થઇ છે. જેમાં ૧ મહિલા પણ સામેલ છે. બધા ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઇ જવાયા છે.   દરમિયાન બે દિવસ વિરામ બાદ પાકિસ્તાને આજે ફરી સિઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. જમ્મુ - કાશ્મીરના અરનિયા સેકટરમાં બુધવારે મોડી રાતથી પાકિસ્તાન દ્વારા ફાયરીંગ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન મોર્ટાર પણ છોડવામાં આવ્યા છે. પાકિસ્તાન તરફથી સ્થાનિક રહેવાસીઓને ટાર્ગેટ કરીને ફાયરીંગ કરવામાં આવી રહ્યું હતું. આ પહેલા ૧૫ અને ૧૬ સપ્ટેમ્બરે પણ પાકિસ્તાન તરફથી આ જ વિસ્તારમાં સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.