Page Views: 18701

સરથાણા નજીક એક વેપારીને હીરાદલાલે ૭.૧૯ લાખના હીરાને બદલી ખાંડનું પેકેટ પધરાવ્યું

સરથાણા સ્થિત શાંતિનગર સોસાયટીમાં રહેતા હીરાના વેપારી ઝવેરભાઈ ધડુકે સરથાણા પોલીસમથકે ફરિયાદ નોંધાવી

સુરત:-

        સરથાણા નજીક એક વેપારીને હીરાદલાલે ૭.૧૯ લાખના હીરાને બદલી ખાંડનું પેકેટ પધરાવતા હીરાના વેપારી ઝવેરભાઈ ધડુકે સરથાણા પોલીસમથકે આ અંગે ફરિયાદ નોંધાવી

હતી.

        પ્રાપ્ત વિગતો અનુસાર,સરથાણા જકાતનાકા પાસે શાંતિનગર સોસાયટીમાં રહેતા હીરાના વેપારી ઝવેરભાઈ ધડુકે સરથાણા યોગીચોકના હીરાદલાલ લાલજી જયંતિ કયાડાને 28મી તારીખે 29.67 કેરેટના રૂ. 7.19 લાખના તૈયાર હીરાનું પેકેટ વેચાણ માટે આપ્યું હતું. હીરાદલાલે વેપારીને વાત કરીને એવુ જણાવ્યું કે તમારી ઓફિસમાં તૈયાર હીરાના પેકેટ છે તે મને સાંજના ચાર થી પાંચ વાગ્યાના સમય વરાછા મીનીબજાર ક્રિંક ટાવરમાં મોકલી આપો હું તમને હીરાના પેકેટના રોકડા રૂપિયા આપીશ દઈશ. જેથી વેપારીએ તેના મિત્ર હિતેશ ઠુમ્મરને રૂ. 7.19 લાખના હીરા લઈને મોકલી આપ્યા હતા. હીરાદલાલ લાલજી કયાડાએ વજન કરવાના બહાને હીરાનું પડીકું બદલી કરી તેના બદલામાં ખાંડવાળુ પેકેટ પકડાવી હીરા ખરીદી કરવાની વાત કરી દીધી હતી. જ્યારે ઓફિસે આવીને વેપારીએ હીરાનું પેકેટ ખોલતાં તેમાં હીરાને બદલે ખાંડના જોવા મળી હતી. વેપારીએ વરાછા પોલીસમાં અરજી આપી હતી. અરજીના આધારે પોલીસે હીરાદલાલ લાલજી જંયતિ કયાડા (રહે, પ્રમુખ પાર્ક સોસાયટી,દેવી દર્શન સોસાયટીની પાછળ, યોગીચોક, પુણા)ની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.