Page Views: 15009

ગુરમિત રામ રહીમ જેલમાં શાકભાજીની ખેતી કરશે: રોજની રૂ. ૨૦ મજૂરી

બાબાએ ઉગાડેલા શાકભાજીમાંથી કેદીઓ માટે રસોઇ બનશે જેલના વૃક્ષોની દેખરેખની જવાબદારી પણ સોંપવામાં આવશે

ચંડીગઢ:-

        બળાત્કારી ગુરમિત રામ રહીમને ૨૦ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. હાલ તે રોહતકની જેલમાં કેદ છે. લોકોના પૈસા ઉભા કરેલા વૈભવી ડેરામાં એક સમયે ઠાઠમાઠથી રહેતો ગુરમિત હવે જેલમાં એક આમ કેદી બની ગયો છે.

        જેલના અધિકારી કે.પી.સિંહે જણાવ્યું હતું કે ગુરમિત રામ રહીને જેલમાં કેદ તો રાખવામાં આવશે જ આ ઉપરાંત તેને કેટલુક કામ પણ સોપવામાં આવશે. તે હવેથી જેલની અંદર જ આવેલા એક પ્લોટમાં શાકભાજી ઉગાવશે. તેને દરરોજ પાણી આપશે અને ખાતર નાખશે. આ શાકભાજી ઉગાવવાના કામ બદલ તેને દરરોજ રૃપિયા ૨૦ આપવામાં આવશે. તેને કેદી નંબર ૧૯૯૭ આપવામા આવ્યો છે.  જેલ અધિકારીએ જણાવ્યું હતું કે રામ રહીમ જે પણ શાકભાજી ઉગાવશે તેનો ઉપયોગ કેદીઓના ભોજનમાં કરવામાં આવશે. ગુરમિત રામ રહીમ મુળ રાજસ્થાનના શ્રી ગંગાનગર જિલ્લાનો વતની છે. તેના પિતા એક મોટા જમીનદાર હતા. ૧૯૬૭માં તે અહીં ખેતીનું કામ પણ સંભાળતો. જોકે તે સમયે તે એક ખેડૂત હતો પણ હવે તે એક કેદી તરીકે આ ખેતીનું કામકાજ સંભાળશે.  આ ઉપરાંત જેલમાં આવેલા અન્ય નાના મોટા છોડવાનું ધ્યાન પણ તેણે રાખવાનું રહેશે. આ છોડવાની કાપાકુપી પણ તેણે જ કરવાની રહેશે. સામાન્ય રીતે આઠ કલાક સુધી આવા કામ કરવાની છુટ આપવામાં આવે છે. આ કામો બદલ ગુરમિતને દરરોજના રૃપિયા ૨૦ આપવામાં આવશે. એક સમયે લાખોની કમાણી કરનારો આ શખ્સ હવે જેલમાં મજુરી કરશે જે બદલ તેને ૨૦ રૃપિયા અપાશે.

        રામ રહીમનુ સ્વાસ્થ્ય જોખમમાં હોવાના અહેવાલો દિવસ પહેલા આવ્યા હતા, જે જોકે જુઠા હતા. કેમ કે રામ રહીમને જે જેલમાં રાખવામાં આવ્યો છે ત્યાં પોલીસ દ્વારા મોકડ્રીલ હાથ ધરાઇ હતી. આ મોક ડ્રીલ રામ રહીમને ઇમર્જન્સીમાં હોસ્પિટલમાં કેવી રીતે લઇ જવો તેને સંબંધી હતી. જેલ પ્રશાસને જણાવ્યું હતું કે રામ રહીમને કંઇ જ નથી થયું અને તેનું સ્વાસ્થ્ય પણ બરાબર છે. રામ રહીમનું સ્વાસ્થ્ય બરાબર હોવાથી તે સ્વાસ્થ્ય નબળુ હોવાના જુઠા બહાના બતાવી હાલ જામીન પણ નહીં મેળવી શકે. ડેરાના પૂર્વ મેનેજરની હત્યાના કેસની સુનાવણી શરૃ ગુરમિત રામ રહીમને બળાત્કારના બે કેસોમાં ૨૦ વર્ષની સજા ફટકારવામાં આવી છે પણ તેની વિરૃદ્ધ હત્યાના બે કેસો મામલે ચુકાદો આવવાનો બાકી છે. રામ રહીમ પર પોતાના જ ડેરાના મેનેજર રણજીતસિંહની હત્યાનો આરોપ છે. આ કેસની અંતીમ સુનાવણી શરૃ થઇ ગઇ છે. હાલ આ કેસમાં જે ૬૦ જેટલા શાક્ષી હતા તેમના નિવેદનો લેવામાં આવ્યા હતા. આ જ સપ્તાહમાં પત્રકાર છત્રપતિની હત્યાના કેસની પણ અંતીમ સુનાવણી શરૃ થશે. આ બન્ને કેસમાં પક્ષકારો પોતાની અંતીમ દલીલો કરશે.