Page Views: 15972

આવતા મહિનાથી મોબાઇલ બિલ ઘટે તેવા એંધાણ

ટ્રાઇએ ઇન્ટરકનેકશન યુઝ ચાર્જ ઘટાડવાની જાહેરાત કરતાઃ દર ૧૪થી ઘટાડી ૬ પૈસા પ્રતિ મિનિટ કર્યો

નવી દિલ્હી:

        આવતા મહિનેથી તમારૂ મોબાઇલનું બિલ ખૂબ જ ઓછું આવી શકે છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ મોબાઇલથી મોબાઇલ કોલિંગ પર ઇન્ટરકનેકશન યુઝ ચાર્જ (આઇયૂસી)ને ઘટાડવાની જાહેરાત કરી છે. ૧ ઓકટોબરથી ૧૪ પૈસા/મિનિટની બદલે ૬ પૈસા/મિનિટ કરવામાં આવશે. આ ઉપરાંત ૧ જાન્યુઆરી ૨૦૨૦થી તેને સમગ્ર રીતે ખતમ કરવામાં આવશે. જોકે, રિલાયન્સ જિયોને છોડીને અન્ય કંપનીઓ તેને વધારવાની માંગ કરી રહ્યાં હતાં.

          આઇયુસી તે ફી હોય છે. જેને ટેલિકોમ કંપનીઓ તે અન્ય બીજી કંપનીઓને આપે છે જેના નેટવર્ક પર કોલ ખતમ થઇ જાય છે. આ ચાર્જ હાલ ૧૪ પૈસા/મિનિટ છે એટલે કે હાલમાં રહેલી ટેલિકોમ કંપનીઓની એવરેજ કોલ કોસ્ટ આશરે અડધી. ભારતી એરટેલ, આઇડિયા અને વોડાફોન જેવી કંપનીઓ ઇન્ટરનેશનલ શુલ્ક વધારવાની માંગ કરી રહ્યાં હતાં. જોકે, રિલાયન્સ જિયોએ તેને પૂરી કરવાની વાત કરી હતી.

          જિયો વિરૂદ્ઘ ત્રણે કંપનીઓ (એરટેલ, વોડાફોન અને આઇડિયા સેલ્યુલર)એ કહ્યું હતું કે હાજર આઇયુસી ૧૪ પૈસા/મિનિટ છે. જે પર વિચાર કરવાની જરૂર છે. ગત વર્ષે જયારે રિલાયન્સ દ્વારા લાઇફટાઇમ મફત કોલનો પ્લાન લોન્ચ કરવામાં આવ્યો હતો ત્યારથી આઇયુસી એક મુદ્દો બન્યો હતો. એવું માનવામાં આવે છે કે ટ્રાઇના આ નિર્ણયની સીધી અસર જિયોને થશે. એરટેલ, વોડાફોન અને આઇડિયા જેવા ટેલિકોમ ઓપરેટર્સ પર જિયોના અનેક આઉટગોઇંગ કોલ જાય છે. જિયો 'બિલ એન્ડ કીપ'(BAK) પદ્ઘતિ વિકસાવવાની તૈયારીમાં છે. જેમાં કંપનીઓ એકબીજાના બદલે ગ્રાહકો પાસેથી વસૂલી કરી શકે છે. જિયો વોઇસ કોલ માટે 4G આધારીત (VoLTE) ટેકનીકનો ઉપયોગ કરે છે. કંપનીનું કહેવું છે કે આઇયુસીની કોઇ જરૂરીયાત નથી કારણકે આઇપી આધારિત (ઇન્ટરનેટ પ્રોટોકોલ) મોડલ્સના વપરાશ તરફ આગળ વધી રહી છે.