Page Views: 23171

ગ્રાન્ટેબલ ખાનગી પ્રાથમિક શાળાઓના શૈક્ષણીક કર્મચારીઓને ઉચ્ચતર પગાર આપવાની સરકારની મંજુરી

લાભ અંગેનો પરીપત્ર પ્રસિધ્ધ કરાયો

ગાંધીનગર:

 રાજય સરકારે બિન સરકારી અનુદાનીત ખાનગી પ્રાથમીક શાળાઓના શૈક્ષણીક કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે. આ અંગે તા.૧૪ સપ્ટેમ્બરે શિક્ષણ વિભાગના સેકશન અધિકારી એમ.સી.બારોટની સહીથી પરિપત્ર પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

   પરિપત્રમાં જણાવાયું છે રાજયની બિનસરકારી અનુદાનિત ખાનગી પ્રાથમિક  શાળાઓના શૈક્ષણિક કર્મચારીઓને વંચાણે લીધેલ ક્રમાંક (૧) ના ઠરાવથી છઠ્ઠા પગારપંચની ભલામણના આધારે પગાર કોરણ સુધારવાનું કરાવવામાં આવેલ છે. રાજયની બિનસરકારી અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓના શૈક્ષણિક કર્મચારીઓને છઠ્ઠા પગારપંચના અમલ બાદ ઉચ્ચતર પગાર ધોરણની યોજના અમલમાં મુકવા માટેની મંજુરી માટે નિયામકશ્રી પ્રાથમિક શિક્ષણની કચેરીએ દરખાસ્ત કરી હતી. પુખ્ત વિચારણાને અને રાજય બિનસરકારી અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓના શૈક્ષણિક કર્મચારીઓના કિસ્સામાં છઠ્ઠા પગારપંચના અમલ બાદ ઉચ્ચતર પગાર ધોરણની યોજનાનો લાભ ચાલુ રાખવાની મંજુરી આપવામાં આવે છે.