Page Views: 10607

અમદાવાદમાં આજે વડાપ્રધાન અને જાપાનના પીએમ દ્વારા બુલેટ ટ્રેનનું ભૂમી પૂજન

જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જાપાનના શિન્ઝો આબે અને તેમના પત્ની આવતીકાલે ક્યા કયા સ્થળની લેશે મુલાકાત

અમદાવાદ:-

                 ગુજરાતના મહેમાન બનેલા શિન્ઝો આબે અને તેમના પત્નીએ ગઈ કાલે ગાંધીઆશ્રમ અને સીદી સૈયદની જાળીની મુલાકાત લીધી હતી પરંતુ જે કામ માટે તે ભારત આવ્યા છે તે બુલેટ ટ્રેનનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવશે.

                સવારે 9.45: રાજભવનથી નીકળી સાબરમતી રેલવે સ્ટેશન એથ્લેટીક ગ્રાઉન્ડ પહોંચશે 9.50થી 11: બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ખાતમુહૂર્ત કાર્યક્રમ 11.35: શિન્ઝો આબે સાથે ગાંધીનગર દાંડી કૂટીર પહોંચશે 11.50: દાંડી કૂટીરની મુલાકાત બાદ મહાત્મા મંદિર જવા રવાના થશે 12.05: જાપાનના ડેલિગેશન સાથે ચર્ચા 1.10થી 1.40: મીડિયાને સંબોધન 1.45થી 2.45: શિન્ઝો આબે સાથે મહાત્મા મંદિરમાં લંચ 2.50થી 3.00: ઇન્ડિયા જાપાન બિઝનેસ લીડર્સ સાથે ગૃપ ફોટો 3.45થી 4.00: એક્ઝિબિશન બૂથની મુલાકાત 4.05થી 5.35: ઇન્ડિયા જાપાન બિઝનેસ ફોરમનો સમાપન કાર્યક્રમ 5.50: ગાંધીનગર રાજભવન પહોંચશે 6.45થી 8.15: મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સાયન્સ સિટીમાં આયોજિત ડીનરમાં હાજરી આપશે