Page Views: 9923

અગામી ગુરૂવારથી હાર્દિક પટેલની અમદાવાદથી સોમનાથ મહાદેવ મંદિર સુધી ૧ મહિનાની સંકલ્પયાત્રા

પાસ દ્વારા ભાજપ સરકાર સામે રોષ વ્યકત કરવા ગુરૂવારથી અમદાવાદથી સોમનાથ સુધીની સંકલ્પયાત્રા

રાજકોટ:

 પાટીદાર અનામત માટે લડત હાથ ધરતી પાટીદાર અનામત આંદોલન સમીતી (પાસ) દ્વારા ભાજપ સરકાર સામે રોષ વ્યકત કરવા ગુરૂવારથી અમદાવાદથી સોમનાથ સુધીની સંકલ્પયાત્રા નિકળનાર છે.

   પાટીદાર અનામત આંદોલન સમીતીના કન્વીનર હાર્દિક પટેલના નેતૃત્વમાં ૧૮ર ફોર વ્હીલ ગાડીમાં આ સંકલ્પ યાત્રા નિકળશે. તા.૧૪ થી અમદાવાદથી શરૂ થનાર આ સંકલ્પ યાત્રા દરમિયાન ઠેર-ઠેર સભા અને સ્વાગત સહીતના કાર્યક્રમો યોજાયા છે.પાટીદાર અનામત આંદોલન સમીતીના શ્રી લલીતભાઇ વસોયાએ અકિલાને જણાવેલ કે, તા.૧૪ થી ૧૬ દરમિયાન અનામત અમારો અધિકાર છેના નારા સાથે  સંકલ્પયાત્રા  નિકળશે. લલીતભાઇ વસોયાએ જણાવ્યું કે, આ સંકલ્પયાત્રા તા. ૧૪ થી અમદાવાદથી શરૂ થઇ વિરમગામ, માલવણ, હળવદ, ધ્રાંગધ્રા, મોરબીમાં રોડ શો કરી ટંકારા, નેકનામમાં નાઇટ વોલ્ટ કરાશે. બાદમાં વિરપુર જલારામ બાપાના દર્શન કરી, કાગવડ ખાતે માં ખોડીયાર માતાજીના દર્શન કરી, જેતપુર, જેતલસર, વડાલ, વંથલી, અજાબ, કેશોદ થઇ ભાલકા તીર્થના દર્શન કરી સોમનાથ મહાદેવને ધ્વજારોહણ કરશે. સમસ્ત પાટીદાર સમાજ આ સંકલ્પયાત્રામાં જોડાશે.