Page Views: 19809

ડેરા સચ્ચા સૌદાનું સર્ચ ઓપરેશન શરૂ

100 બેન્ક કર્મચારીઓ પણ ઓપરેશનમાં સામેલ: કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો

સિરસા:-

         બાબ રામ રહિમ સિંઘને જેલ ભેગા કર્યા બાદ હરિયાણાના સિરસામાં ડેરા સચ્ચા સૌદાનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. ગઈ કાલે આ અંગે સ્પેશ્યલ બેઠક યોજીના સુરક્ષાથી લઈને તપાસ સુધીનો તમામ એજન્ડા ચર્ચવામાં આવ્યો હતો.

        આ ઓપરેશન ચાલશે ત્યાં સુધી કર્ફયુ લાધી દેવામાં આવ્યો છે અને ચાંપતો સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ગુરુવારે કોર્ટ દ્વારા નિયુક્ત કમિશનર એ.કે. પંવાર સિરસા પહોંચ્યા હતા. તપાસમાં 100 બેન્ક કર્મચારીઓને પણ સામેલ કરાયા છે. સર્ચ ઓપરેશનની તૈયારી માટે ગુરુવારે 2 કલાક બેઠક યોજાઈ હતી. જ્યાં સુધી ઓપરેશન ચાલશે ત્યાં સુધી કર્ફ્યુમાં ઢીલ નહીં આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે 28 ઓગસ્ટે સીબીઆઇની સ્પેશિયલ કોર્ટે રામ રહીમને બે કેસમાં મળીને 20 વર્ષની સજા સંભળાવી હતી.