Page Views: 1045

ગુજરાતના 2002ના કોમી રમખાણો મુદ્દે ગુજરાત હાઈકોર્ટ સુનાવશે ફેંસલો?

તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના 60ને ક્લિન ચીટ મળી તેના વિરોધની છે અરજી

અમદાવાદ:-

        ગુજરાત હાર્કોર્ટ 2002ના રમખાણો મામલે જાકિયા ઝાફરીની પીઆઈએલ ઉપર આજે ચુકાદો આપી શકે છે. આ અરજી તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્યોને નીચલી અદાલત દ્વારા આપવામાં આવેલ ક્લીન ચીટ મામલે છે.

        તેના વિરોધમાં જાકિયાએ અરજી કરી હતી. જાકિયા ઝાફરી સ્વ. કોંગ્રેસી નેતા એહસાન ઝાફરીની પત્ની છે. આ અરજીમાં નરેન્દ્ર મોદી અને 60 અન્યો વિરુધ્ધ ગુજરાતમાં કોમીરમખાણોનું કાવતરૂ ઘડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને આ તમામ ઘટનાની ફરીથી તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ કેસની સુનાવણી 3જી જુલાઈના રોજ પુરી થઈ ગઈ છે હવે ચુકાદો આવવાનો બાકી છે.