Page Views: 48915

દેશમાં આશરે 1000 IPS અધિકારીઓની અછત..!

દેશમાં એક બાજુ શિક્ષિત-બેરોજગારી વધી રહી છે તો બીજી બાજુ આવા ઉચ્ચ હોદ્દા ખાલીખમ છે

નવી દિલ્લી :

        દેશમાં લેવામાં આવતી વિવિધ કક્ષાની પરિક્ષાઓમાં થોડી અધરી ગણાતી પરિક્ષામાંની એક એટલે UPSC. આ પરિક્ષા વર્ષમાં એક જ વાર આવે છે. પણ સાથે સાથે પાવર, પૈસા, અને પ્રતિષ્ઠા પણ મળે છે.સાથે સાથે હરિફાઈ પણ વધુ હોય છે.

        દેશમાં IPSના આશરે 1000 પદ ખાલી છે.રાજ્ય કક્ષાના કેન્દ્રીય ગૃહપ્રધાન હંસરાજ અહીરે લોકસભામાં આપેલી માહિતી અનુસાર 2017ની પહેલી જાન્યુઆરીએ IPS  અધિકારીઓની સ્વીકૃત પદોની સંખ્યા 4,843 છે જ્યારે તેની સામે 3,905 અધિકારીઓ જ ઉપલ્બધ છે.