Page Views: 65020

સંજય રાવળની ગુજરાતી ફિલ્મ વિટામીન સી આવતી કાલથી સુરતના તમામ મલ્ટીપ્લેક્સમાં રજૂ થશે

આર જે ધ્વનિત સહિતની વિટામીન સી ની ટીમને રૂપેરી પડદા પર જોવાનું ચુકશો નહીં

સુરત-27 

સુરતીઓ અને ગુજરાતીઓ જેની રાહ જોઇ રહ્યા હતા એ, પ્રોડ્યુસર તરીકે પોતાની પ્રથમ ગુજરાતી ફિલ્મ લઇને સંજય રાવળ 

આવી રહ્યા છે અને આવતી કાલે એટલે કે, 28મી જુલાઇના રોજ સુરત સહિત રાજ્યના તમામ મલ્ટીપ્લેક્સમાં ગુજરાતી ફિલ્મ 

વિટામીન સી રજૂ થઇ રહી છે. 

જાણીતા મોટીવેશનલ સ્પિકર સંજય રાવળે ત્રણ વર્ષની મહેનત બાદ પ્રોડ્યુસર તરીકે પ્રથમ ગુજરાતી ફિલ્મ બનાવી છે વિટામીન 

સી આ ફિલ્મમાં આર જે ધ્વનિત સહિત સ્મિત અને અન્ય કલાકારોને તેમણે તક આપી છે. ફિલ્મનું સંગીત સુરતના મેહુલ 

સુરતીએ તૈયાર કર્યુ છે તો ફિલ્મના ગીતો સુરતના જ કવિ કમ ડોક્ટર એવા રઇશ મણિયારે લખ્યા છે. તાજેતરમાં જ ફિલ્મ વિટામીન 

સી ફિલ્મના પ્રમોશન માટે સુરત આવેલા સંજય રાવળે જણાવ્યું હતું કે, આ ફિલ્મના ગીતો છેલ્લા એક મહિનાથી વધુ સમયથી યુ ટ્યુબ 

ઉપર ધુમ મચાવી રહ્યા છે. ફિલ્મ એટલી કોમેડી અને મેસેજ આપનારી બની છે કે, એક વકત તમે આ ફિલ્મ જોઇને વિચારતા થઇ જશો કે, 

શું આ ક્લાસ ની ગુજરાતી ફિલ્મો પણ બની શકે છે. 

આવતી કાલ તા. 28મી જુલાઇથી સુરત શહેરના 

Cinepolis

Rajhans Pal

City Pulse

Harmony

Wonder Prime

Inox V R Mall

Inox D R Mall

Inox Raj Imperial Mall

Pvr Rahulraj

Cinemax IRIS Mall

સહિતના સિનેમાં ઘરોમાં આ ફિલ્મ રજૂ થશે.