Page Views: 2548

લિંબાયતમાં સાડી ફોલ્ડીંગના કોન્ટ્રાક્ટરના ઘરમાંથી રોકડા રૂ. 9 લાખ સહિત કુલ રૂ.11.25 લાખની ચોરી

ડુંભાલ ટેનામેન્ટ નજીક ઓમ નગરમાં થયેલી ચોરી અંગે પોલીસે તપાસ આદરી

સુરત-27-7- 
શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ડુંભાલ ટેનામેન્ટ નજીક રહેતા સોડી ફોલ્ડીંગના 
કોન્ટ્રાક્ટરના ઘરમાં ગઇ રાત્રે રોકડ રકમ સહિત દાગીનાની ચોરી થઇ છે. આ બનાવ અંગે ગુનો દાખલ 
કરી પોલીસે તપાસ હાથ ધરી છે. 
લિંબાયત પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, ડુંભાલ ટેનામેન્ટ પાસે આવેલા ઓમ નગર ખાતે રહેતા 
શકીલ અંસારી સિરાઝુદીન અંસારી ટેક્સટાઇલ માર્કેટોમાંથી વેપારીઓ પાસેથી સાડીઓ ફોલ્ડ કરવા લઇ આવીને 
કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. ગઇ રાત્રે તેમના ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તોડી અને કોઇ અજાણ્યા તસ્કરે 
રોકડા રૂપિયા 9 લાખ સહિત રૂપિયા 2,25 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના વિગેરે જણસની ચોરી 
કરી લીધી હતી. આ ઘરફોડ ચોરી અંગે પોલીસને જાણ કરવામાં આવતા એફએસએલની ટીમ તુરંત ઘટના સ્થળ 
પર પહોંચી ગઇ હતી. શકિલ અંસારીની ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને એએસઆઇ 
જશુભાઇ જગાભાઇએ વધુ તપાસ હાથ ધરી છે.