Page Views: 3026

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના પુરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોની વહારે આવ્યું સુરત

સુરતના ધારાસભ્યે સહિતનાએ મહિનાનો પગાર આપ્યો દાનમાં: 1 લાખ ફૂડ પેકેટ ઉત્તર ગુજરાત રવાના

સુરતઃ 

        ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના પુરગ્રસ્ત વિસ્તારોમાં વિસ્તારોમાં ફસાયેલા લોકોની મદદે ફરી સુરતીઓ આવ્યાં છે. સુરતથી નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ(એનડીઆરએફ)ની ચાર ટીમ રવાના કરવામાં આવી છે. આ સાથે જ ત્યાં જરૂરીયાત મંદ લોકોને માટે એક લાખ ફુડ પેકેટ અને રાહત સામગ્રીઓ પણ મોકલવામાં આવી છે. સરકારની સાથે સામાજિક સંસ્થાઓ અને આગેવાનો પણ જોડાયા છે.

        સુરત નવી સિવિલ નર્સિંગ એસોસિયેશન દ્વારા 1.25 ઉઘરાવાયા હતાં. અને તમામ રકમ નર્સિંગ એસોસિએશન દ્વારા પૂરગ્રસ્ત લોકો માટે ક્લેક્ટરને આપવામાં આવ્યાં હતાં. આ સાથે અત્યાર સુધીમાં 10 ટ્રક રવાના કરી દેવામાં આવી છે. ઉતરગુજરાતમાં સર્જાયેલી તારાજીના પગલે સુરતથી દાનનો ધોધ વહ્યો છે. આપતીની આ ઘડીમાં સહાય થવા માટે સામાજિક સંસ્થાઓ દ્વારા ફૂડ પેકેટથી લઈને રાહત માટે કીટ તૈયાર કરવામાં આવી છે. જેમાં મેડિકલથી લઈને ખાવા પિવાની સુવિધા આપવામાં આવી રહી છે. આ કામમાં સહાયભૂત થવા માટે ધારાસભ્ય હર્ષ સંઘવી, ઝંખનાબેન પટેલ અને ભાજપા શહેર પ્રમુખ નિતીનભાઈ ભજીયાવાલાએ તેમનો એક મહીનાનું વેતન રાહતફંડમાં આપ્યુ છે. બીજી તરફ પશુઓ માટે પણ સામાજિક સંસ્થાઓ દ્વારા 200 ટ્રક ભરીને ઘાસચારો મોકલવામાં આવશે.

        ઉત્તર ગુજરાતની પરિસ્થિતિ ઘણી ખરાબ થઈ ગઈ છે. મોટી સંખ્યામાં લોકો ઘર વિહોણા થઈ ગયા છે. તો ઘણાં લોકો ઘરોની ઉપર તો કેટલાક લોકો પાણીના પ્રવાહમાં નદીના છેડે ફસાયેલા છે. તેમને બચાવવા માટે તંત્ર દ્વારા અનેક પ્રયાસો કરાઈ રહ્યા છે. ત્યારે ગઈકાલે પુણાથી એનડીઆરએફની ચાર ટીમ સુરત આવી પહોંચી હતી. જે સુરતથી આજે ઉત્તર ગુજરાત તરફ જવા રવાના થઈ છે. આ ટીમ હિંમત નગર, સુરેન્દ્ર નગર, રાધનપુર અને પાટણ ખાતે આ ચાર ટીમ પહોંચી ગઈ છે. તેમની સાથે 4 બસ, 4 ટવેરા કાર અને 4 આઈસર ટેમ્પો તમામ સાધન સુવિધા સાથે મોકલવામાં આવી છે.