Page Views: 26705

કલોલનું પાનસર તળાવ ફાટ્યું: હાઇવે પર વાહનવ્યવહાર કરાયો બંધ

પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે જઇ રહેલા ભરતસિંહ સોલંકી અને મોહનસિંહ રાઠવા ફસાયા

ગાંધીનગર:-

 

        ઉત્તર ગુજરાત બાદ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે.

       

        પ્રાપ્ત વિગત મુજબ, ગાંધીનગર કરતાં પણ કલોલમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો. બપોર સુધીમાં 9 ઇંચ વરસાદ ખાબકતાં કલોકનું પાનસર તળાવ ફાટ્યું છે તેના લીધે હાઇવે પર પાણી ફરી વળ્યાં હતાં. આથી પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે જઇ રહેલા ભરતસિંહ સોલંકી અને મોહનસિંહ રાઠવા ફસાયા હતા.

 

        ભારે વરસાદને કારણે ગાંધીનગર જિલ્લાના કલોલમાં આવેલું પાનસર તળાવ ફાટ્યું હતું. જેનું પાણી કલોલના રસ્તાઓ પર ફરી વળ્યું છે. પાનસર તળાવ ફાટતાં લોકો જોવા માટે ઉમટ્યાં હતાં. તળાવનું પાણી રોડ પર આવતાં હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

મોડીરાતથી કલોલમાં પણ ભારે વરસાદ પડી રહ્યો હતો જેના કારણે સમગ્ર કલોલમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી હતી. સવારે ઉઠીને લોકોએ જોયું તો રોડ પર પાણી જ પાણી હતું. જેના કારણે લોકોને બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે.