Page Views: 3653

આજે પણ મધ્ય‍-ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

આજે અને કાલે પણ સૌરાષ્ટ્રા - ગુજરાતમાં વરસાદ પડશે

ગાંધીનગર:

        છેલ્લા બે દિવસથી મેઘરાજાએ સૌરાષ્‍ટ્રમાં થોડો વિરામ આપ્‍યો છે. કોઈ - કોઈ શહેરોમાં વરસી જાય છે. આમ છતાં મેઘાવી માહોલ યથાવત છે. જયારે ગુજરાત તરફ બેફામ વરસાદ ચાલુ છે.

        દરમિયાન આજે મધ્‍ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જયારે સૌરાષ્‍ટ્રમાં ૬૦ થી ૭૦ ટકા વિસ્‍તારોમાં બે ઈંચ આસપાસ વરસાદ પડશે. હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્‍યુ છે કે હવાનું હળવુ દબાણ છત્તીસગઢ પાસે છે જે ૭.૬ કિ. મી. ની ઉંચાઈએ છે. જયારે દક્ષિણ રાજસ્‍થાન અને કચ્‍છ ઉપર એક અપરએર સાયકલોનીક સરકયુલેશન છે જે ૭.૬ કિ. મી. ની ઉંચાઈએ છે જેની અસરથી આજે અને આવતીકાલે મેઘાવી માહોલ યથાવત રહેશે.

   મોરબી, રાજકોટ અને જામનગર જીલ્લામાં વરસાદની સંભાવના વધુ છે. આજે સૌરાષ્‍ટ્રના ૬૦ થી ૭૦ ટકા વિસ્‍તારોમાં વરસાદ પડશે.

`