Page Views: 18572

સરથાણા શહીદ સ્મારક ખાતે કારગીલ વિજય દિવસ નિમિત્તે શહીદોને શ્રધ્ધાંજલી

જય જવાન નાગરિક સમિતિના અગ્રણીઓએ ગુજરાતના 12 વીર જવાનો સહિતના તમામ શહીદોને પુષ્પાંજલી અર્પણ કરી

સુરત- 26
દેશના સીમાડાઓ સાંચવતા આપણા રીયલ હીરો આર્મી જવાનોએ વર્ષ 1999માં પાકિસ્તાનીઓને તેમની ઓકાત બતાવી દીધી હતી. 
કાશ્મીરના કારગીલ સેક્ટરમાં લાઇન ઓફ કંટ્રોલ ક્રોસ કરીને જનરલ પરવેઝ મુશરફના ઇશારે પાકિસ્તાની સેના અને આતંકવાદીઓએ 
આપણી ચોકીઓમાં ઘુસણખોરી કરી હતી. પાકિસ્તાની સેના અને આતંકવાદીઓને ખદેડવા માટે ભારતિય સેનાએ ઓપરેશન વિજયના 
નામે કારગીલ યુધ્ધમાં તા.26મી જુલાઇના રોજ વિજય મેળવ્યો હતો. તેમજ પાકિસ્તાનીઓને આપણી સીમામાંથી ખદેડી મુક્યા હતા. 
આ યુધ્ધમાં ગુજરાતના 12 વીર જવાનો શહીદ થયા હતા. તેમજ યુધ્ધના સમયે જ કારગીલના યુધ્ધમાં શહીદ થયેલા ગુજરાતના વીર 
જવાનોના પરિવારજનોને આર્થિક રીતે મદદ કરવા માટે જય જવાન નાગરિક સમિતિની સ્થાપના સુરતમાં કરવામાં આવી હતી. 
છેલ્લા 18 વર્ષથી કારગીલ વિજય દિવસની ઉજવણી સુરતના સરથાણા નેચર પાર્ક ખાતે આવેલા શહીદ સ્મારક ખાતે કરવામાં આવે છે. 
ઇન્ડિયન એરફોર્સ દ્વારા જય જવાન નાગરિક સમિતિને યાદગારી માટે મીગ-16 યુધ્ધ વિમાન ભેટમાં આપવામાં આવ્યુ છે જેને સુરત શહેરના 
સરથાણા નેચર પાર્ક ખાતે રાખવામાં આવ્યુ છે. સરથાણા નેચર પાર્ક ખાતેના આ શહીદ સ્મારક ખાતે આજે સવારે જય જવાન નાગરિક 
સમિતિના કન્વીનર કાનજીભાઇ ભાલાળા, માવજીભાઇ માવાણી સહિત મથુરભાઇ સવાણી, હરીભાઇ કથિરીયા વિગેરે અગ્રણીઓએ 
શહીદોને શ્રધ્ધાંજલી પાઠવી હતી.