Page Views: 32312

આપણું બાળક આપણી પહેલી અને છેલ્લી મૂડી છે એને સમય ફાળવો

જરા વિચારો! આપણે બાળકને ભણતરના ભાર હેઠળ દાંટતા નથી ને?

આવે છે જે સંબંધો વિશે વિચારવા માટે નવી દિશા આપે છે. આવા જ એક વિચારની વાત કરવી છે.
           આજકાલ ટેકનોલોજી અને ઇન્ટરનેટનો વપરાશ વઘ્યો છે અને પ્રમાણમાં કામ ઘટ્યા છે. પહેલા મોટાભાગના કામ સમયખાઉ હતા કેમ કે જાતે કરવા પડતા ને હવેઅત્યારે દરેક કામ માટે મશીન અને ગેજેટ્સ એટલે નવરાશનો સમય વધુ મળે છે લગભગ બધાને. 
    આજે તો હવે સ્ત્રી પણ આમા પાછળ નથી . ઘરકામ અને જવાબદારી માંથી વહેલી નિવૃત થવા લાગી છે. અંગ્રેજી અને હાઇફાઈ શિક્ષણ માટે બાળકો માવતારથી છૂટી રહ્યા છે ત્યારે મને કેટલીક વાત શેર કરવાનું મન થાય છે.
  ક્યારેય વિચાર્યું છે? કે જે સ્ટ્રેસ, તણાવ અને સુરક્ષિતતા આપણે નથી અનુભવી કદાચ આખી જિંદગી  એ બધાનો  આજનું બાળક બાલ્યકાળથી જ કેમ શિકાર થઈ જાય છે? આજે પ્રાથમિક ભણતરમાંથી જ બાળકને માતાપિતા જુદું કરવામાં આવેછે. અને જેમના બાળક સાથે હોય છે એમના માતા પિતા પણ સમય તો નથીજ ફાળવી શકતા. 
   આપણા બાલ્યકાળમાં એક તો લગભગ ઘરોમાં સયુક્તકુટુંબ પ્રથા હતી એટલે એક બાળકદીઠ  એક થી 2 વ્યક્તિઓ તો રહેતી જ. જીવન ના એક એક પગલે આવી રહેલી નવી મુશ્કેલી થી લઈને નવી ચેલેન્જમાં બાળક ભીતિ અનુભવતું હોયપણ એસમયે ઘરના વડીલો સાથે એ એની મુશ્કેલી નો તોડ લઇ શકે છે , અગર નથી પણ લેતું તો પણ એક માનસિક હૂંફ હોય છે કે હું અટકીશ તો અહીં બધા છે જે મને સંભાળી લેશે. એક સાવ સામાન્ય વાત કે ઘરમા બધા સભ્યો બેઠા હોઈએ અને અચાનક રાતે લાઈટ જાય તો બધા ના ઉદગાર જુદા જુદા નિકલે પણ બાજુમાં બેઠેલું બાળક તો 'મમ્મી'... એમ જ બોલશે. કેમ કે એને એ સમયે મમ્મી ના'હકાર' ની હૂંફ જોઈએ છે . મમ્મી તરતજ કહેશે,  'હા બેટા અહીં જ છું' બસ બાળક ને સંતોષ. મમ્મી કામમાં પણ હોય તો પણ એમ કહે કે બેટા અહી જ છું તો બધી ચિંતા ગાયબ. પણ જ્યારે એને આપણાં થી દુર મોકલીએ છીએ ત્યારે એ આ હૂંફ ગુમાવી દે છે,આશરો, આ આધાર, આ અહેસાસ કે હું તારી પાસેજ છું...એ ગુમાવી દે છે. પછી સતત એકલો હોવાનો અહેસાસ, ડર, અંતર્મુખીપણું... આ બધું આવતું જાય છે. જેમના બાળકો એમના વડીલો અને માવતરની સાથે છે એમની સ્થિતિ પણ આજકલ કાઈ ખાસ સારી નથી હોતી કે એમને સાથ મળે છે. પિતા કામકાજ અને જવાબદારીમાં અને માતા પણ નોકરી કે ઘરકામ અને પછી અવનવી પ્રવૃત્તિમાં. બાલક પણ બહુ ટેલેન્ટેડ છે એવું બતાવવા એને પણ અવનવા કલાસીસ માં. અને રાત ના સમયે પાછું મનગમતી પ્રવૃત્તિના નામે જે કલાસ મામોકલાય છે  એનું ય હોમવર્ક તો ખરું જ!! આ બધી પરિસ્થિતિમા બાળક બહુ નાની ઉંમરે માં માનસિક બીમારી નો ભોગ બને છે. 
   આપણે પણ બધું જ કર્યું છે ભણવાનું અને રમવાનું. આપણા વખતે પણ બે પરીક્ષાઓ બોર્ડની જ લેવાતી પણ આવો ભાર કે ભારણ કાઈ આપણે ન હતું. હું માનું છું કે શૈક્ષણિક માળખું બદલાયું અને ભણતર ના મૂલ્યો અને લેવલ પણ. જો કે સામે બાળકની ક્ષમતા પણ વધી છે પણ આ બધા સાથે આપણો એટલે કે વડીલોનો સાથ અમુક ઉંમર સુધી તો હોવો જ જોઈએ  ભણતર અને સ્માર્ટનેસ લાવવામાં આપણે એમનું ભોળપણ, બાળપણ, ને એની ગતિને અવરોધતા નથી?  હા જ્યાં ભણે છે ત્યાપણ બધું છે રમતો, મિત્રો, વાંચન, ટીવી .. આપણી આવી દલીલો સામે એક જ પ્રશ્ન.. કે પરિવાર? 
   પરિવાર એ બાળકની કરોડરજ્જુ છે, એની તાકાત છે. ભણતર તો પછી પણ થશે પણ ઘડતર તો આ ઉંમરે જ કરી શકાશે
 ભણતર એ તો એના ઘડતર પર પહેરાવાતા વાઘા છે જો ઘડતર સારું હશે તો જ ભણતરના વાઘા દીપી ઉઠશે. 
       આપણી ...ખાસ કરીને માતાઓની સોશિયલ લાઈફતો બાળકની જવાબદારી પૂર્ણ થયેથી પણ જીવી શકાશે પણ પછી બાળકના ઘડતરનો સમય નહિ આવે. 
   શિસ્તબદ્ધ,નિયમિત,અવ્વલ, આજ્ઞાંકિત અને અતિ નમ્ર બાળક  મને તો ... અંગ્રેજ કે જમાને કે જેલર ... જેવું લાગે. 
       આપણું બાળક આપણી પહેલી અને આખરી મૂડી છે. એના માટે આજે ફાળવેલો સમય એની જિંદગી બદલી શકશે અને નહીં ફાળવેલો સમય પણ.. આપણે શું કરવું એ તો આપણેજ નક્કી કરવાનું...
     અંતે.... પરિવાર થઈ સમાજ બને છે ને સમાજ થી દેશ... જો પરિવાર સ્વસ્થ, અને ખુશહાલ હશે તો સમાજ અને દેશ પણ એવો જ બનશે...

જય હો...NISHO..