Page Views: 17586

આજે કારગિલ વિજય દિન નિમિત્તે પીએમ મોદી અને જેટલીએ શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી

26 જુલાઇ 1999માં સેનાએ ઑપરેશન વિજયને સફળ બનાવી કારગિલ પર ત્રિરંગો લહેરાવ્યો હતો

નવી દિલ્હી:-

            પાકિસ્તાની ઘુસપૈઠનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપીને જીત હાંસલ કરી હતી. આ લડાઇને 18 વર્ષ વીતી ગયા છે. 26 જુલાઇ 1999ના દિવસે જ ભારતીય સેનાએ કારગિલમાં પાકિસ્તાનને લડાઇમાં હરાવીને ત્રિરંગો લહેરાવ્યો હતો ત્યારથી દર વર્ષે 26 જુલાઇના રોજ કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.    કારગિલ વિજય દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાનોને સલામી આપી છે. પીએમએ ટ્વિટ કરીને લખ્યું છે કે આપણા દેશની રક્ષા અને દેશના ગૌરવ માટે જવાનોએ લડાઇ લડી, અમને જવાનો પર ગર્વ છે. 
       
        ઉલ્લેખનીય છે કે વર્ષ 1999માં પાકિસ્તાનને જવાબ આપવા માટે ભારતીય સેનાએ ઓપરેશન વિજય શરૂ કર્યુ હતુ અને ઘુસપેઠીઓને ભારતીમાંથી બહાર તગેડી મુક્યા હતા અને કારગિલ યુદ્ધમાં વિજય હાંસલ કરીને ત્રિરંગો લહેરાવ્યો હતો. દર વર્ષે આજનો દિવસ વીર સૈનિકોના દેશ માટેના બલિદાન અને આપણી જીતને વિજય દિવસ તરીકે મનાવવામાં આવે છે. 'ઑપરેશન વિજય' નામના આ મિશનમાં 530 ભારતીય વીર સપૂતોએ પોતાના પ્રાણ દેશ માટે ન્યોછાવર કરી દીધા હતા.    ભૂતપૂર્વ વાજપેયી સરકારના કાર્યકાળ દરમિયાન બે મહિનાથી વધારે સમય સુધી ચાલી રહેલા આ યુદ્ધમાં ભારતીય સેના અને વાયુસેનાએ 'લાઇન ઓફ કંટ્રોલ' પાર ન કરવાના આદેશ હોવાછતા પોતાના માતૃભૂમિમાં ઘુસીને આક્રમણ કરતા લોકો સમૈન વિજય મેળવ્યો હતો.