Page Views: 15488

ડિંડોલી જવાહર વિદ્યાલય ખાતે યોગ થેરાપિસ્ટ હર્ષા ઓઝાનો સેમિનાર યોજાયો

બે દિવસીય સેમિનારમાં વાલીઓ અને વિદ્યાર્થીઓએ યોગ અને પોઝીટીવ થીંકીંગ અંગે જાણકારી મેળવી

સુરત-24 
મુંબઇ ખાતે રહેતા અને યોગ થેરાપિસ્ટ તેમજ મોટિવેશનલ સ્પિકર હર્ષા ઓઝાનો 
સેમિનાર શહેરના ડિંડોલી ખરવાસા રોડ પર આવેલી જવાહર વિદ્યાલય ખાતે યોજાયો હતો. 
આ સેમિનારમાં શાળાના ધોરણ 10-12ના બાળકો સહિત વાલીઓને તેમણે માર્ગદર્શન 
આપવા સાથે યોગાસન અને પોઝીટીવ થીંકીંગ અંગે જાણકારી આપવામાં આવી હતી. 
બે દિવસના આ સેમિનારમાં હર્ષા ઓઝાએ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, સામાન્ય રીતે 
મોટા ભાગના વિદ્યાર્થીઓની એવી ફરિયાદ હોય છે કે, વાંચવા છતાં યાદ રહેતું નથી. 
એક્ઝામનું ટેન્શન રહે છે અને માતા પિતાનું પણ સતત દબાણ હોય છે. જો તમારે 
વાંચી અને યાદ રાખવું હોય તેમજ તમારી યાદ શક્તિને વધુ સતર્ક બનાવવી હોય તો 
તમારે ભ્રામરી પ્રાણાયામ નિયમિત રીતે કરવો. જ્યારે પણ મોટા પ્રશ્નો કે, વ્યાખ્યા અથવા તો 
કોઇ સૂત્ર યાદ ન રહેતા હોય તો ભ્રામરી પ્રાણાયામનું આવર્તન કરવું. ભ્રામરી પ્રાણાયામ 
કરતા પહેલા જે પ્રશ્ન યાદ રાખવો હોય તેને વાંચી અને ભ્રામરી પ્રાણાયામ કરવો તેમજ આ સમયે 
નોટબુક કે પુસ્તક ખુલ્લું રાખવાનું બેથી ત્રણ મીનીટ સુધી ભ્રામરી પ્રાણાયામ કર્યા બાદ 
સીધી નજર ખુલ્લી નોટબુક અને જે પ્રશ્ન યાદ રાખવાનો છે તેના પર નાંખીને શાંતિથી વાંચી જવું 
આમ કરવાથી તમને ગમે તેવા પ્રશ્નો યાદ રહી જશે. 
આ સિવાય રાત્રે સુતા પહેલા પોતાની જાત સાથે વાત કરીને સુવાનું પણ તેમણે કહ્યું હતું. પોઝીટીવ 
વિચારો રાખવા સાથે સુવા જતી વખતે મનને શાંત રાખીને પોતાની જાતને જ કહેવાનું કે, 
આઇ એમ સ્ટ્રોંગ, આઇ વિલ ડુ ઇટ, આઇ એમ હેપ્પી એન્ડ આઇ એમ પોઝીટીવ. આ ચાર વાક્ય 
તમારા સબ કોન્સિયન્સ માઇન્ડ સુધી પહોંચશે અને તમને ધીમે ધીમે ચમત્કારિક ફેરફારો જોવા મળશે. 
તમારા મન પર કાબુ મેળવવા માટે મેડીટેશન બેસ્ટ મેડીસીન છે એ યાદ રાખજો, હર્ષા ઓઝાએ 
વિવિધ ટીપ્સ આપી હતી જ્યારે તેમના પુત્રવધુ અ.સો. વૈષ્ણવી ધૈર્ય ઓઝાએ વિવિધ આસનોનું નિદર્શન કર્યું હતું. 
તેમજ આ આસનોથી થતા ફાયદાઓ વિશે પણ ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને વાલીઓને 
જાણકારી આપવામાં આવી હતી. 
ઃઃઃઃહર્ષા ઓઝાનો કોઇ પણ એજ્યુકેશનલ ઇન્સ્ટીટ્યુટ સંપર્ક કરી શકે છે 
જાણીતા મોટીવેશનલ સ્પિકર અને યોગના જાણકાર હર્ષા ઓઝાના સેમિનારનું આયોજન 
કરવા માટે કોઇ પણ એજ્યુકેશનલ ઇન્સ્ટીટ્યુટ, વિવિધ મંડળો કે સેવાભાવી સંસ્થાઓ 
09173532179 આ નંબર ઉપર સંપર્ક કરી શકે છે.