Page Views: 2474

શહેરમાં સતત ધીમી-ધારે મેધરાજાની અવિરત બેટિંગ: જાણો! શહેરમાં કયાં-ક્યાં કેટલો વરસાદ પડ્યો?

સતત ધીમી-ધારે પડી રહેલા વરસાદને પગલે જગતના તાતને પણ રાહત

સુરત:-

        શહેરમાં હવે ચોમાસુ જામ્યું હોય તેમ છેલ્લાં થોડા દિવસોથી સતત જોરદાર વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ રહી છે. જેને લઈ ગઈકાલ મોડીરાતથી આજે વહેલી સવાર સુધીમાં શહેરના જુદા-જુદા ખૂણે કુલ દોઢ થી પોણા બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ત્યારે થોડા દિવસોથી સતત ધીમી-ધારે પડી રહેલા વરસાદને પગલે જગતના તાતને પણ રાહત થઈ હતી.

        ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર, શહેરમાં રાત્રીના ૧૨ વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધીમાં અલગ-અલગ ઝોનમાં આ રીતે વરસાદ પડ્યો હતો.

-:વરસાદના આંકડા (સેન્ટ્રલવાઈઝ રાતના ૧૨ થી સવારના ૮ સુધી):-

સેન્ટ્રલ ઝોન     ૯ મીમી
વરાછા          ૬  મીમી
રાંદેર           ૧૫ મીમી
કતારગામ       ૬ મીમી
ઉધના           ૨ મીમી
લિંબાયત        ૬ મીમી
અઠવા          ૨ મીમી