Page Views: 6349

સંજય રાવળ ગુજરાતી ફિલ્મ વિટામીન સી ના પ્રમોશન માટે બે દિવસ સુરત આવશે

બે દિવસ સુધી ફિલ્મના કલાકારો સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન

સુરત-22

અમદાવાદના જાણીતા મોટીવેશનલ સ્પીકર સંજય રાવળ રવિવાર તેમજ સોમવારના રોજ સુરત શહેરની મુલાકાતે આવી રહ્યા છે. સંજય રાવળ દ્વારા ગુજરાતી ફિલ્મ વિટામીન સી (એસ એચ ઇ) નું નિર્માણ કરવામાં આવ્યુ છે. આ નવી ફિલ્મના પ્રમોશન માટે સુરત આવી રહેલા સંજય રાવળ સાથે ફિલ્મના કલાકારોમાં તેમની સાથે  ધ્વનિત ઠક્કર, ભક્તિ કુબાવત, ક્રુશ ડેબો, સ્મિત પંડ્યા, આશિષ કક્કડ અને પ્રેમ ગઢવી વિગેરે હાજર રહેશે. સંજય રાવળ શનિવારે સાંજે 6 વાગ્યાથી 7.30 વાગ્યા સુધી વી આર મોલ ખાતે વિટામીન સી ના પ્રમોશન માટેના કાર્યક્રમમાં પોતાની ટીમ સાથે હાજર રહેશે. ત્યાર બાદ સાંજે 8-00 વાગ્યાથી 9-00 વાગ્યા સુધી પૂણા યોગીચોક સિટી સેન્ટર ખાતે આવેલા હેવમોર મોબાઇલ પાસે આયોજીત કાર્યક્રમમાં હાજર રહેશે. સોમવાર તા.24મી જુલાઇના રોજ સવારે કાપોદ્રા જે બી ધારૂકાવાલા કેમ્પસ ખાતે આવેલી શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી એન્જિનિયરીંગ કોલેજના વિદ્યાર્થીઓને સંબોધિત કરશે. સોમવારે સાંજે કતારગામ પોલીસ સ્ટેશન પાસે આવેલા બિઝનેસ સ્ક્વેર કોમ્પલેક્સ હેવમોર મોબાઇલ નજીક વિટામીન સી ના કલાકારો સાથે સંજય રાવળ ઉપસ્થિત રહેશે.