Page Views: 12885

પાકિસ્તાનની ફરી નાપાક હરકત, સીઝફાયરમાં ૧ જવાન શહીદ, ૧ ઘાયલ

આ વર્ષે ૧૧ જુલાઇ સુધીમાં ૨૨૮ વખત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું

શ્રીનગર:-

         પાકિસ્તાને મોડી રાત્રે રાજૌરીના સુંદરબાની સેકટમાં સીઝફાયર વાયોલન્સ કર્યું હતું. તેમાં એક જવાન જયદ્રથસિંહ શહીદ થઈ ગયા છે જયારે એક જવાન ઘાયલ થયો છે. આ મહિને પાકિસ્તાન તરફથી ૧૮ વખત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. તેમાં ૯ જવાન સહીત ૧૧ લોકોનાં મોત થયા છે અને ૧૮ લોકો ઘાયલ થયા છે. આ વર્ષે ૧૧ જુલાઈ સુધીમાં ૨૨૮ વખત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.

      કાશ્મીરના પૂંછના કમારા સેકટરમાં આવેલી ફાકિર દારા સ્કૂલ ઉપર પણ પાકિસ્તાન તરફથી સીઝફાયર કરવામાં આવ્યું છે. આ ફાયરિંગમાં સ્કૂલને ઘણું નુકસાન થયું છે. આર્મી સૂત્રોએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું છે કે,રાજૌરીના સુંદરબાની સેકટરમાં ભારતીય પોસ્ટ પર પાકિસ્તાન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે. ભારતીય જવાનો પણ ગોળીબારનો જવાબ આપી રહ્યા છે. બંને પક્ષ વચ્ચે ગોળીબારમાં સેનાના જવાન જયદ્રથ સિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ત્યારબાદ તેઓ શહીદ થઈ ગયા. ૨૮ વર્ષના જયદ્રથ ઉત્ત્ર પ્રદેશના સહારનપુર જિલ્લાના રહેવાસી હતી. તે સિવાય એક જવાન સચિન કુમાર પણ ઘાયલ થયા છે.

       પાકિસ્તાને આ વર્ષે ૧૧ જુલાઈ સુધીમાં ૨૨૮ વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. રાજયમંત્રી સુભાશ ભામરેએ શુક્રવારે લોકસભામાં જણાવ્યું કે, સીઝ ફાયરની આ ઘટનાઓમાં ૨૪ જવાન શહીદ થયા છે.