Page Views: 35439

મા વૈષ્ણોદેવી યાત્રા શિવખુરી નયનરમ્ય નજારામાં બિરાજે છે ભગવાન શિવ

શિવખુરીમાં ભગવાન શંકરના દર્શન માટે જવાનો માર્ગ સાંકડો છે છતા હેવી શરીરવાળા પણ દર્શન કરી શકે છે એ એક ચમત્કાર જ ગણાય

વિચાર યાત્રા

નીતા સોજીત્રા (નીશો) દ્વારા

મા વૈષ્ણોદેવી ની યાત્રાને આગળ ધપાવતા આજે વાત કરીશ ત્યાંના આવા જ એક બીજા ખૂબ પવિત્ર અને ધાર્મિકસ્થાન શિવખુરી વિશે.

    કટરાથી થોડે દુર રિયાસીમાં આવેલું ભગવાન શિવનું એક મંદિર છે જે 'શિવખુરી' કે 'શિવખુડી' ના નામે જાણીતું છે. આ મંદિર પણ થોડી ઉંચાઈ પર હોવાથી અહીં પણ ઘોડેસવારી ઉપલબ્ધ છે. સામાન્યતઃ ચઢાણવાળા રસ્તાને લીધે માર્ગો ખાસ પાકા કે ખાસ કાચા પણ નથી. 

આજુ બાજુ સર્વત્ર લીલોતરી, ડુંગરો પણ અને ખીણ પણ સાથોસાથ  વહેતા ઝરણાને લીધે ત્યાનું સૌંદર્ય નયનરમ્ય છે. જો કે કટરા થઈ શિવખુરી જતાં વચ્ચે નવદેવીનું મંદિર છે જે આશરે 40 જેટલા પગથિયાં ઉતરી ને નીચાણવાળા ભાગમા છે . આ મંદિરમાં જવા માટે તદ્દન બેસીને જઇ શકાય એવી ગુફા છે. આ પછી નીચા નમીને જ દર્શન થાય અને એ માર્ગે જ આગળ જતાં મોટો ચોક અને બહાર નીકળવાનો ખુલ્લો માર્ગ આવે. ત્યાંની ગુફા જોઈને એમ લાગે કે શેષનાગના છત્ર નીચે છીએ એવો જ દેખાવ અને એવી જ વિશાળ જગ્યા. અહીં નવ દેવીના છત્ર છે જેની પૂજા થાય છે. 

  એ પછી થોડા ચઢાણે આવે છે આ શિવખુરી.  આ મંદિર ની વિશેષતા એ છે કે આ એક બહુ મોટી એની વિશાળ ગુફા છે જે બહાર થી એકદમ નાની અને સામાન્ય લાગે. આ ગુફા લગભગ 150 મિટર લાંબી છે અને બે કોતરો ની વચ્ચે થઈને શિવલિંગ સુધી જવાય છે. એકદમ ઠંડક વાળી આ ગુફામા થોડા પણ હેવી શરીરવાળા લોકો નહીં જઈ શકતા હોય એવું પહેલી નજરે લાગે પણ કોઈ અહીંથી દર્શન કર્યા વગર નથી ગયું એવું પણ ત્યાંના લોકોનું કહેવું હતું. મંદિર માં ભગવાન શિવ, માતા પાર્વતી, ગણેશજી, હનુમાનજી આ બધી જ પથ્થરો પર સ્વયં કોતરાયેલી મૂર્તિ હતી.  અહીં બારેમાસ ગુફાની છતમાં થી પાણી ટપકયા કરે છે. આ ગુફામાંથી સીધા જ અમરનાથ જવાય એવી એક ગુફા કે ટનલ પણ હતી જે હવે બુરી દેવાઈ છે  હજી પણ 150 મીટર જેવી આગુફા ખુલ્લી જોઈ શકાય છે. અહીંની પણ માન્યતા એવી છે કે હજારોની સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે આવે છે. ત્યાઠેર ઠેર ભંડારા પણ ચાલતા હોય છે જેમાં ચોખ્ખા ઘી ની મીઠાઈ થી લઈને પાણીપુરી સહિતની ઘણી વાનગી હોય છે અને આ ભંડારા યાત્રિકોની સેવા અર્થે કરવામાં આવેલા હોય છે.

    અત્યંત પવિત્ર અને રમણીય એવા આ સ્થળની મુલાકાત વગર કટરાનો પ્રવાસ અધુરો છે.

   આટલી અને આવી ગુફાઓ, સ્વયંભૂ દેવી દેવતાનું પ્રાગટય અને આટલું અલૌકિક વાતાવરણ જોયા પછી એક વાત તો માનવી પડે કેઆપણી સંસ્કૃતિ અમથી જ નથી વખણાતી. 

   હા દરેક દેશની પોતાની આગવી વિશેષતા હશે જ. પણ હું માનું છું કે આ કુદરત દ્વારા પ્રગટેલી અજાયબી એ આપણા માટે માણવા જેવી જગ્યા છે. શ્રદ્ધાને ધર્મ ને એકબાજુ મૂકીએ તો પણ ત્યાનું પ્રાકૃતિક સૌંદર્ય માણવું એ એક લ્હાવો છે. અને આમ પણ... મા વૈષ્ણોદેવી માટે તો કહેવાય છે કે એના દર્શનનો હુકમ ન થાય ત્યાંસુધી આપનાદરેક પર્યાસ્તયસુધી જવાના નિષ્ફળ જાય છે અને મને આ વાત ના એક નહીં પણ બે અનુભવ છે. બે વખત મારી સંપૂર્ણ તૈયારી છતાં છેલ્લા દિવસો માં બુકીંગ કેન્સલ કારવાનસંજોગ ઉભા થયેલા.

    હું અતિ જુનવાણી વિચારો ની નથી જ પણ શ્રદ્ધા,અને ઇશ્વરી ચમત્કારોમાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવું છું.

     આ જગ્યા એકવાર તો જવા જેવી ખરી....

 

જય હો...NISHO...