Page Views: 13545

૧૫ ઓગસ્ટથી JIO ફોન મળશે મફતમાં....!

40 વર્ષમાં રિલાયન્સનો નફો થયો 10 ગણો, હાલ દેશની સૌથી મોટી કંપની છે

મુંબઈ :

      રિલાયન્સ 40મી એન્યુઅલ જનરલ મીટિંગ મુંબઇમાં શરૂ થઇ ગઇ છે. એજીએમમાં મુકેશ અંબાણીએ કહ્યું કે 40 વર્ષમાં રિલાયન્સનો નફો 10 ગણો વધ્યો છે. આરઆઇએલ દેશમાં સૌથી મોટી કંપની બની ગઇ. કંપનીની આવક 3.60 લાખ કરોડ રૂપિયા થઇ ગઇ છે.

મુકેશ અંબાણીએ કહ્યું....

  • કંપનીએ ટેક્સટાઇલ સેકટરથી વિસ્તાર કરીને 3.30 લાખ કરોડનું ટર્નઓવર ધરાવતી કંપની બની ગઇ છે.40 વર્ષમાં આરઆઇએલનો ગ્રોથ રેટ 4700 ટકાનો રહ્યો છે.
  • 40 વર્ષમાં રિલાયન્સનો નફો 10 ગણો વધ્યો.
  • કંપનીનો નફો 3 કરોડથી વધી 30 હજાર કરોડ, દરેક અઢી વર્ષમાં રોકાણકારોનો નફો બે ગણો.
  • જિયોના 170 દિવસમાં 10 કરોડ ગ્રાહકો, દર સેકન્ડે 7 નવા ગ્રાહકો જોડાયા, દરરોજ 250 કરોડ જીબી ડેટા વપરાશ.
  • 6 મહિનામાં દુનિયાનું સૌથી મોટું ડેટા નેટવર્ક, દુનિયામાં સૌથી મોટું વીડિયો નેટવર્ક.
  • મેમ્બર્સને ધનાધન ઓફરનો લાભ મળતો રહેશે.
  • 10 કરોડથી વધુ ગ્રાહકોએ પેઇડ સર્વિસ અપનાવી.
  • મોટાભાગના ગ્રાહકોએ 309નો પ્લાન લીધો.