Page Views: 13025

વડોદરામાં બસની બારીમાંથી હાથ બહાર કાઢતા હાથ કપાઈ ગયો

બારીમાંથી બહાર કાઢેલો હાથ ટ્રેલરની ટકકરે આવતા કપાઈ જતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

વડોદરા :

        એક્સપ્રેસ વે પર વિચિત્ર ઢબે સર્જાયેલા અકસ્માતમાં નિરમા કંપનીના 47 વર્ષીય કર્મચારીને હાથ ગુમાવવાનો વારો આવ્યો હતો. કંપનીની બસમાં મુસાફરી વેળા બારીમાંથી બહાર કાઢેલો હાથ ટ્રેલરની ટકકરે કપાઇ ગયો હતો. હાથ કપાઇ જતાં લોહીનો ફુવારો ઉડયો હતો. ઈજાગ્રસ્તને તરત જ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.

        સુભાનપુરામાં રહેતા 47 વર્ષીય અનિલભાઇ બ્રહ્મભટ્ટ નામના રહીશ નિરમા કંપનીમાં ફરજ બજાવે છે. તેઓ નિત્ય ક્રમ મુજબ કંપનીની બસમાં અવર જવર કરે છે. ગત રોજ તેઓ કંપનીની બસમાં આવી રહ્યા હતા. ત્યારે એકસપ્રેસ વે પરથી પસાર થતી વેળા તેમણે બારીમાંથી હાથ બહાર ટેકવ્યો હતો.દરમિયાન પાછળથી આવતા ટેન્કરે અકસ્માત સર્જતા તેમનો હાથ બારી અને ટ્રેલર વચ્ચે ફસાઇ જતાં કપાઇ ગયો હતો. બનાવને પગલે અન્ય કર્મચારીઓ પણ હેબતાઇ ગયા હતા. અન્ય કર્મચારીઓએ બસ ઉભી રખાવીને અનિલભાઇને તાબડતોબ એમ્બ્યુલન્સમાં ખાનગી દવાખાને ખસેડયા હતા. અંગે સમા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બસમાંથી હાથ બહાર કાઢવાનું જોખમી સાબિત થઇ શકે છે. તે આજે બનેલા કિસ્સા પરથી વધુ એકવાર પુરવાર થયું હતું.